અભિનવની ગેમ થઈ ગઈ?
અભિનવની ગેમ થઈ ગઈ?
રિયલિટી શો ‘બિગ બૉસ’માંથી મંગળવારે રુબિના દિલૈકના હસબન્ડ અભિનવ શુક્લાને એલિમિનેટ કરવામાં આવ્યો. જોકે એમાં અભિનવની ગેમ કરી નાખવામાં આવી હોવાનું તેના અને ‘બિગ બૉસ’ના ફૅન્સને લાગી રહ્યું છે. ‘બિગ બૉસ’માંથી અભિનવ ઓછા વોટના કારણે નહીં, પણ ગેમમાં દાખલ થયેલા કન્ટેસ્ટન્ટના સાથીઓ દ્વારા એલિમિનેટ થયો છે, જેને લીધે અભિનવના ફૅન્સને એવું લાગે છે કે મેકર્સના કહેવાથી જ કન્ટેસ્ટન્ટના સાથીઓએ તેને એલિમિનેટ કર્યો છે.અભિનવ શુક્લા સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે ‘હું ખુશ છું કે વ્યુઅર્સના વોટિંગથી હું નથી ગયો, બાકી કોઈ વાતમાં મને ઇન્ટરેસ્ટ નથી.’

