Sidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ
બિગ-બૉસ 13માં શહેનાઝ ગિલ અને શૉના વિનર સિદ્ધાર્થ શુક્લાની જોડી હંમેશાથી જ ચર્ચામાં રહી છે. બન્નેની જોડી શૉ દરમિયાન એટલી ફૅમસ થઈ હતી કે ફેન્સે સોશિયલ મીડિયા પર બન્નેનું 'સિડનાઝ' નામ પણ આપ્યું હતું. તેમ જ શૉ સમાપ્ત થયા બાદ પણ બન્નેની જોડી અલગ થઈ નથી. તેઓએ ઘણા પ્રોજેક્ટ પર એકસાથે કામ કર્યું છે. સિદ્ધાર્થ અને શહેનાઝની જોડી ફૅન્સને એટલી પસંદ છે કે તેઓ ઈચ્છે છે કે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જાય. તેમ જ હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના લગ્ન થઈ ચૂક્યા છે. એના પર હવે સિદ્ધાર્થ શુક્લાએ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.Bhai
ADVERTISEMENT
એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ હાલમાં જ ટ્વિટર પર પોતાના અને શહેનાઝના લગ્નને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ટ્વિટર યૂઝરની વાતનો જવાબ આપતા એક ટ્વિટ કર્યું છે. સિદ્ધાર્થે લખ્યું છે, 'ભાઈ કુંવારા ટૅગ અચ્છા હૈ, મેં તો કુંવારા હું ફિર ભી કુછ મીડિયા હાઉસ વાલોં ને શાદીસુદા કરાર કર દિયા હૈ...શાયદ યે મેરે બારે મેં મુઝસે ભી ઝ્યાદા જાનતે હૈ.' સિદ્ધાર્થના આ જવાબ પર ફૅન્સ ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Bhai Kunwara tag acha hai ... main tho kunwara hoon fir bhi kuch media walo ne shadi shuda karar kar diya hai ... maybe they know more than I do about me ?
— Sidharth Shukla (@sidharth_shukla) February 25, 2021
હકીકતમાં સિદ્ધાર્થ શુક્લાના એક ફૅને ટ્વિટર પર તેમને ટૅગ કરતા લખ્યું, 'ભાઈ સિદ્ધાર્થ શુક્લા મેરી ગર્લફ્રેન્ડ કહ રહી હૈ કિ જબ તક રિપ્લાય ઔર ફૉલો બેક નહીં દોગે શાદી નહીં કરેગી, ક્યાં ચાહતે હો મેં કુંવારા રહું. એસા ન કરો રિપ્લાય દો. શાદી હોગી તો મેં આપકે લિયે સ્પેશિયલ એક રિપ્લાય કરુંગા.' સિદ્ધાર્થ શુક્લા અને તેમના ફૅનના ટ્વિટ પર ફૅન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમ જ બન્નેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે.
તમને જણાવી દીએ કે હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ હતી. આ ફોટોમાં શહેનાઝ ગિલે માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. જણાવી દઈએ કે વાઈરલ થયેલી બન્નેની આ સેલ્ફી ઓરિજિનલ નહોતી પરંતુ કોઈ ફૅન પેજ દ્વારા એડિટ કરવામાં આવી હતી.

