બે બાળકોની મા બનવું જરાય સહેલું નહોતું
બે બાળકોની મા બનવું જરાય સહેલું નહોતું
સ્ટાર ભારતના શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનની લીડ ઍક્ટર પ્રતિજ્ઞાનું કૅરૅક્ટર કરતી પૂજા ગોર માટે કોઈ પણ રોલ સામાન્ય રીતે અઘરો નથી હોતો, પણ આ વખતે તેને તકલીફ પડી જે ખરેખર જાણવા જેવી છે. પૂજાએ કહ્યું કે ‘પહેલી સીઝનમાં હું લૉયર હતી, પણ આ વખતે હું માનું કૅરૅક્ટર કરું છે અને બે બાળકની મમ્મી છું. રિયલ લાઇફમાં મારી એ એજ જ નથી એટલે નૅચરલી માનું કૅરૅક્ટર કરવું અઘરું હતું. મા કેવી રીતે વર્તે, તેની બૉડી-લૅન્ગ્વેજ કેવી હોય, તેની વાતચીતની રીતભાત અને હાવભાવ એ બધા પર ધ્યાન આપવાનું હતું અને એ ખરેખર અઘરું કામ હતું.’
પૂજાને આ કૅરૅક્ટર માટે જો કોઈએ હેલ્પ કરી હોય તો તેની મમ્મીએ. પૂજા કહે છે, ‘મમ્મીને હું જોતી આવી છું.
અમે ભાઈ-બહેન તેની સાથે જે રીતે રહેતાં અને મમ્મી જેવું વર્તન કરતી, જે રીતે અમારી સાથે રહેતી એ ધ્યાનથી જોવાની મારી જે આદત હતી એનો મને આ વખતે આ સેકન્ડ સીઝનમાં પૂરો બેનિફિટ મળ્યો છે.’

