‘પ્યાર કા પહલા અધ્યાય શિવશક્તિ’માં જોવા મળતા અર્જુન બિજલાણીએ નવરાત્રિના નવ દિવસના ઉપવાસ રાખ્યા છે.
અર્જુન બિજલાણી
‘પ્યાર કા પહલા અધ્યાય શિવશક્તિ’માં જોવા મળતા અર્જુન બિજલાણીએ નવરાત્રિના નવ દિવસના ઉપવાસ રાખ્યા છે. તેનું માનવું છે કે નોરતાના ઉપવાસ તન, મન અને આત્મા ને શુદ્ધ કરે છે. એ વિશે અર્જુન બિજલાણીએ કહ્યું કે ‘આ પહેલી વખત છે કે મેં નવરાત્રિના નવ દિવસના ઉપવાસ રાખ્યા છે. આ નિર્ણય મેં મારી અંતઃસ્ફુરણાથી લીધો છે. મારું એવું માનવું છે કે આ પર્વ આપણને ધાર્મિક શુદ્ધીકરણની તક આપે છે.’
તેના શો ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’ના સો એપિસોડ પૂરા થયા છે. આ શો ઝીટીવી પર દરરોજ સાંજે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. શોને મળેલી પૉપ્યુલારિટી વિશે અર્જુને કહ્યું કે ‘આ શોએ મને અનોખો આર્ટિસ્ટિક અનુભવ આપ્યો છે. ફૅન્સે મારા કૅરૅક્ટરને અદ્ભુત પ્રેમ આપ્યો છે. મારું સોશ્યલ મીડિયા તો પ્રશંસાથી ભરેલા મેસેજિસથી ઊભરાઈ ગયું છે. આ દર્શકોનો પ્રેમ છે જે મને મારા પર્ફોર્મન્સમાં સુધારો કરવા માટે પ્રોત્સાહન આપે છે.’


