કોઈ ગુફામાં કરોડો વર્ષોથી વ્યાપેલો અંધકાર દૂર કરવામાં કેટલો સમય લાગે? એક નાનકડો દીવો પ્રગટાવો એટલો જ. બરાબરને? આ જ તો દીવાની તાકાત છે. અજવાશ સામે અંધારાની આવરદાની કોઈ ગણતરી નથી. દિવાળી એ આ અજવાશની ઉજવણીનો ઉત્સવ છે. જીવન પણ આ દીવારૂપી ક્ષણોનું સંમેલન છે. એવી ઘણી ઘટનાઓ, વ્યક્તિઓ, પુસ્તકો અથવા તો ફિલ્મો મળી જતી હોય છે જે દીવાનું કામ કરીને આપણને રાહ ચીંધવાનું કામ કરી જાય છે. જેને તમે યુરેકા મોમેન્ટ અથવા તો આત્મજ્ઞાનની ક્ષણ કહી શકો જે તમારા જીવન માટે અથવા તો તમારા વ્યક્તિત્વમાં કોઈક પૉઝિટિવ બદલાવ બનીને આવી હોય. જેને તમે તમારા જીવનનું લાઇટહાઉસ કહી શકો. ‘મિડ-ડે’નાં રુચિતા શાહે કેટલીક જાણીતી હસ્તીઓ સાથે વાત કરી અને તેમના જીવનનું લાઇટ-હાઉસ શું છે અને કઈ રીતે એ ક્ષણ, ઘટના, પુસ્તક, વ્યક્તિ કે ફિલ્મે તેમને કાયમ માટે અજવાળી દીધા એની રસપ્રદ વાતો પ્રસ્તુત છે...
12 November, 2023 04:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent