સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે.
રૂપાલી ગાંગુલી, અલિશા પરવીન
સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે. જોકે અલિશાને એના વિશે અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી. ‘અનુપમા’માં હવે પોતે નહીં જોવા મળે એના વિશે અલિશાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે : હેલો એવરીવન, મેં આ શો નથી છોડ્યો... પણ મને નથી ખબર આવું કેમ થયું... બધું બરાબર હતું, પણ અચાનક આવું કેમ થયું મને ખબર નથી... મારા માટે પણ આ શૉકિંગ હતું.
‘અનુપમા’માંથી તાજેતરમાં ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા જેવા ઘણા કલાકારોની એક્ઝિટ થઈ છે.