આ શોમાં તે ચિન્મયી સાલ્વીના ફ્રેન્ડનું પાત્ર ભજવી રહી છે, જેઓ ડાન્સ ક્લાસમાં સાથે હોય છે
અદા ખાન
અદા ખાન હવે ‘વાગલે કી દુનિયા’માં જોવા મળશે. આ એક સ્લાઇફ ઑફ લાઇફ ફૅમિલી ડ્રામા છે, જેમાં તે સખી વાર્ગેનું પાત્ર ભજવશે. આ એક સોશ્યલ ઇમ્પૅક્ટફુલ પાત્ર છે. આ શોમાં તે ચિન્મયી સાલ્વીના ફ્રેન્ડનું પાત્ર ભજવી રહી છે, જેઓ ડાન્સ ક્લાસમાં સાથે હોય છે. સખી ખૂબ ઇનોસન્ટ હોય છે. આ વિશે અદાએ કહ્યું કે ‘મને ‘વાગલે કી દુનિયા’ શો ખૂબ ગમે છે, કારણ કે એમાં એક મેસેજ અને અવેરનેસ ફેલાવવામાં આવે છે. લોકોને રોજિંદા જીવનમાં જે ઇશ્યુ હોય છે એના પર વાત કરવામાં આવે છે. મહિલા વિશે વાત કરવામાં આવે છે. આ શોમાં જેટલાં પાત્રો છે એને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે અને એ લોકો સાથે કનેક્ટ પણ થાય છે. મને આ શો માટે હાલમાં ઑફર થઈ હતી અને મેં એને માટે હા પાડી દીધી હતી. મેં તેમની સાથે જ કરીઅરની શરૂઆત કરી હતી. એથી હું ફરી ફરીને ત્યાં જ આવી ગઈ છું. હું સખી વાર્ગેના પાત્ર સાથે ખૂબ સરળતાથી કનેક્ટ થઈ શકું છું. લોકોને એ દેખાડવા માટે હું આતુર છું.’


