Laxmmi: 'લક્ષ્મી'બનીને ખૂબ ગરજ્યો અક્ષય પણ, મનોરંજનનો બૉમ્બ નિષ્ફળ
લક્ષ્મી
સ્ટોરીઃ આસિફ (અક્ષય કુમાર) અને રશ્મિ (કિયારા અડવાણી)ના લગ્ન થયા છે પણ આ આંતરજાતીય છે. બન્નેએ ભાગીને લગ્ન કર્યા હતા. આસિફ ઇચ્છે છે કે તેની પત્ની રશ્મિ એકવાર ફરીથી પોતાના પરિવાર સાથે મળે અને તેમની સાથે જોડાય. રશ્મિના માતા-પિતાના લગ્નની સિલ્વર જુબલી એનિવર્સરી છે અને તેની મમ્મી તેને ઘરે બોલાવે છે, અને અહીંથી જ આ ફિલ્મની સ્ટોરી શરૂ થઈ જાય છે. આસિફ નિર્ણય લે છે કે આ વખતે તો તે રશ્મિના પરિવારને મનાવીને રહેશે. પણ ઘરે આતી વખતે આસિફ તે જમીન પર પહોંચી જાય છે જ્યાં તેને નહોતું જવાનું અને તેનું આખું જીવન બદલાઇ જાય છે. આસિફ દરેક વાત પર બોલે છે, "મા કસમ ચૂડિયાં પહેન લૂંગા" અને પછી તેણે બંગડીઓ પહેરવી પડે છે કારણકે તેની અંદર એક આત્મા ગઈ છે. પણ આસિફે બંગડી કેમ પહેરી તેનો એક ઉદ્દેશ્ય છે જે ઇમોશનલ છે અને તે તમને ફિલ્મ જોઇને જ ખબર પડશે.
જો તમે રાઘવ લૉરેન્સની તામિલ ફિલ્મ 'કંચના' જોઇ છે તો સ્ટોરી તો એ જ છે પણ ટ્રીટમેન્ટ થોડી નવી છે. પહેલો સીન જોરદાર છે અને અક્ષય કુમારની એન્ટ્રી ધમાકેદાર છે. અક્ષય કુમારની પરફૉર્મન્સમાં કોઇ જ ઉણપ નથી પણ જ્યારે તમને લાગે છે કે ફિલ્મ ઝડપથી આગળ વધવી જોઇએ ત્યારે તેનું ફેસ ખતમ કરી દે છે. એ જરૂર છે કે ફિલ્મમાં લક્ષ્મીની એન્ટ્રી ધમાકેદાર છે અને અક્ષય કુમારે જે પોતાનું પાત્ર જીવ્યું છે, તે ખરેખર વખાણવાલાયક છે. ઘણાં સમય પછી અક્ષયે કૉમેડી છતાં સીરિયસ પાત્રને અંત સુધી પહોંચાડ્યો છે. લક્ષ્મીના પાત્રમાં શરદ કેલકરનું પાત્ર ખૂબ જ મોટી છાપ છોડી જાય છે. જો તમને હૉરર ફિલ્મોથી ડર લાગે છે તો ફિલ્મ જોઇ લો કારણકે આ હૉરર ફિલ્મ નથી પણ એક સારો મેસેજ આપે છે.
ADVERTISEMENT
અક્ષય અને કિયારાની જોડી જામતી નથી કારણકે અક્ષય પર ઉંમર હાવી થતી દેખાઇ રહી છે જ્યારે કિયારાના લૂક્સ તો તમે જાણો જ છો, વધું તમે શું આશા રાખી શકો છો? કિયારા દરેક ફિલ્મ સાથે બહેતર થતી જઈ રહી છે. જો કે, કિયારા પાસે કરવા માટે કંઇ નહોતું. રાઘવ લૉરેન્સે ડિરેક્શન કર્યું છે તો સાઉથનો પ્રભાવ તો પડશે જ. જો તમને સાઉથની ફિલ્મો ગમે છે તો ઠીક નહીંતર પહેલા જ ગીતથી તમારું ધ્યાન ભટકાઇ જશે અને કદાચ ફિલ્મ જોવાનું મન નહીં કરે. આ ફિલ્મનું દરેક ગીત સ્ટોરી ખતમ કરવાનું કામ કરે છે. ભલે 'બુર્જ ખલીફા' હિચ થઈ ચૂક્યું છે પણ જો તમે સિનેમાહૉલમાં ફિલ્મ જોવા જાઓ તો ચોક્કસ વૉશરૂમ ચાલ્યા ગયા હોત. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ તરીકે અશ્વિની કલસેકર, રાજેશ શર્મા, આયશા રઝા અને મનુ ઋષિએ સારું કામ કર્યું છે.