૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું
રોબર્ટ ડાઉની જુનિયર
માર્વલ સિનેમૅટિક યુનિવર્સના પ્રેસિડન્ટ કેવિન ફાઇગીનું કહેવું છે કે રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન તરીકે જોવા નહીં મળે. ૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ વિશે વાત કરતાં કેવિન ફાઇગીએ કહ્યું કે ‘અમે આ ફિલ્મની જે ક્ષણ હતી એને એમની એમ જ રાખવા માગીએ છીએ. અમે એને ક્યારેય ટચ નહીં કરીએ. અમે અહીં સુધી પહોંચવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ખૂબ જ મહેનત કરી હતી. અમે કોઈ પણ મૅજિક કે ટ્રિક દ્વારા આ મોમેન્ટને બદલવા નથી માગતા.’

