Gene Hackman Found Dead: અહેવાલ મુજબ સ્થાનિક પોલીસ તાત્કાલિક ટિપ્પણી માટે ઉપલબ્ધ નથી. જીન હૅકમૅને બે દાયકાથી અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેમની પત્ની બેટ્સી અરાકાવા, 63, એક ક્લાસિકલ પિયાનોવાદક હતી. તેઓ બન્ને સાથે ન્યૂ મેક્સિકોમાં રહેતા હતા.
બેટ્સી અરાકાવા અને જીન હૅકમૅન (તસવીર: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- પીઢ અભિનેતા અને તેમની પત્ની બેટ્સી અરાકાવાનું નિધન
- ઘરમાં તેમના પાળેલા પૅટ કૂતરા સાથે મૃત્યુ હાલતમાં મળી આવ્યા
- સુપરમૅન ફિલ્મોમાં લૅક્સ લુથરની ભૂમિકા ભજવવા માટે જીન હૅકમૅન પ્રખ્યાત
હૉલિવૂડ ફિલ્મ જગતમાંથી અત્યંત દુઃખદ અને ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઑસ્કર એવોર્ડ વિજેતા હૉલિવૂડના અભિનેતા (Gene Hackman Found Dead) જીન હૅકમૅનનું 95 વર્ષની વયે અવસાન થયું છે. અહેવાલો અનુસાર, પીઢ અભિનેતા અને તેમની પત્ની બેટ્સી અરાકાવા, ગુરુવારે ન્યૂ મેક્સિકોના સાન્ટા ફેમાં તેમના જ ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
જીન હૅકમૅન અને પત્ની બેટ્સી અરાકવાના મૃત્યુ
ADVERTISEMENT
સાન્ટા ફે શૅરિફ ઑફિસે (Gene Hackman Found Dead) ત્યાંની એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે: "અમે માનતા નથી કે તેમના મૃત્યુમાં કોઈ અપરાધિક પ્રવૃત્તિ એક પરિબળ હોઈ શકે છે, જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હાલમાં જાણી શકાયું નથી." અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દંપતી તેમના જ ઘરમાં તેમના પાળેલા પૅટ કૂતરા સાથે મૃત્યુ હાલતમાં મળી આવ્યા હતા.
અધિકારીઓ દ્વારા અત્યાર સુધી આ ત્રણેયના મૃત્યુ પાછળનું કોઈપણ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. અહેવાલ મુજબ સ્થાનિક પોલીસ તાત્કાલિક ટિપ્પણી માટે ઉપલબ્ધ નથી. જીન હૅકમૅને બે દાયકાથી અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેમની પત્ની બેટ્સી અરાકાવા, 63, એક ક્લાસિકલ પિયાનોવાદક હતી. તેઓ બન્ને સાથે ન્યૂ મેક્સિકોમાં રહેતા હતા.
જીન હૅકમૅનની સુપ્રસિદ્ધ કારકિર્દી
અભિનેતા જીન હૅકમૅને (Gene Hackman Found Dead) કરેલા પાત્રોમાં એક ખાસ પ્રકારની તીવ્ર જોવા મળતી હતી. તેમણે 1971માં રિલીઝ થયેલી વાયલેન્ટ ડ્રગ ફિલ્મ ‘ધ ફ્રેન્ચ કનેક્શન’ અને 1992 ની ‘અનફોરગીવન’ ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ પણ જીત્યા હતા. તેમની સ્વતંત્ર ફિલ્મોમાં ક્રિટિક્સ દ્વારા પ્રશંસા મેળવનારા અને બ્લૉકબસ્ટર ફિલ્મોમાં અભિનય કરનારા લેજન્ડ હૉલિવુડ સ્ટાર્સમાંના એક જીન હૅકમૅન ક્રિસ્ટોફર રીવ સ્ટારર મૂળ સુપરમૅન ફિલ્મોમાં લૅક્સ લુથરની ભૂમિકા ભજવવા માટે પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત હતા.
જીન હૅકમૅને 1947-51 સુધી ચાર વર્ષ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકન મરીન કોર્પ્સમાં સેવા પણ આપી હતી. ભૂતપૂર્વ મરીન 1960 ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલી લાંબી કારકિર્દી દરમિયાન 80 થી વધુ ફિલ્મોમાં, તેમજ ટેલિવિઝન અને સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમના બે ઑસ્કર ઉપરાંત, તેમણે બે બાફ્ટા એવોર્ડ અને ચાર ગોલ્ડન ગ્લોબ્સ પણ જીત્યા હતા. તેમણે 2004 માં અભિનયમાંથી નિવૃત્તિ લીધી હતી, જેથી ‘વેલકમ ટુ મૂસપોર્ટ’ તેમની છેલ્લી ફિલ્મ હતી.
જીન હૅકમૅનના બે વાર લગ્ન થયા હતા અને તેમને ત્રણ બાળકો હતા. ફેય માલ્ટિઝ સાથેના તેમના પ્રથમ લગ્ન 1956 થી 86 સુધી જે 30 વર્ષ ચાલ્યા. હૅકમૅને 1991 માં અરાકાવા (Gene Hackman Found Dead) સાથે લગ્ન કર્યા હતા. તેમની ફિલ્મ કારકિર્દી પહેલાં, તેમણે અમેરિકામાં મરીન કોર્પ્સમાં સેવા પણ આપી હતી.

