જાણો કેમ ફરીથી રિલીઝ થશે Avengers: EndGame, આ છે કારણ
Avengers: EndGame
હૉલીવુડની ફિલ્મ Avengersના દીવાનો માટે ખુશખબરી છે. આ ફિલ્મના ફૅન્સ હવે કેટલાક બદલાવની સાથે આ ફિલ્મ ફરીથી સ્ક્રીન પર જોઈ શકે છે. એવા સમાચાર આવી રહ્યા છે કે એવેન્જર્સ: એન્ડગેમ ફરીથી રિલીઝ કરવામાં આવશે એનું કારણ પણ રોચક નથી. એવેન્જર્સ: એન્ડગેમ વર્ષ 2019ની બ્લૉકબસ્ટર ફિલ્મ રહી છે. આ ફિલ્મની રિલીઝથી પહેલા જ લોકોમાં એને લઈને જબરદસ્ત ઉત્સાહ હતો અને રિલીઝ બાદ મૂવીની અપેક્ષાઓ પર ખરી પણ ઉતરી. બાદ રેકોર્ડ તોડી કમાણી કરી આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ.
ભારતમાં પણ આ ફિલ્મને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. હવે સમાચારની માનીએ તો એવેન્જર્સ: એન્ડગેમ ફરીથી રિલીઝ કરવામાં આવશે અને એનું કારણ એ છે કે માર્વલ સ્ટૂડિયોના અધ્યક્ષ Kevin Feigeએ હાલમાં જ કહ્યું કે એવેન્જર્સ: એન્ડગેમ કેટલાક વધારાના ફૂટેજ સાથે ફરીથી પ્રકાશિત થશે. આ સમયે ફિલ્મમાં પોસ્ટ-ક્રેડિટ સીન, કેટલાક હટાવી દીધેલા સીન, થોડા ટ્રિબ્યૂટ અને કેટલીક સરપ્રાઈઝ સામેલ છે. આ ફિલ્મ આવતા સપ્તાહમાં ફરીથી રિલીઝ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભાઈ રાજીવના લગ્નમાં સુષ્મિતાના બૉયફ્રેન્ડે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો
અવતારનું કુલ કલેક્શન 2.788 બિલિયન ડૉલર એટલે 19237.2 કરોડ રૂપિયા છે. જ્યારે એવેન્જર્સ:એન્ડગેમનું કલેક્શન 2.743 બિલિયન ડૉલર એટલે 18926.7 કરોડ રૂપિયા છે. એવેન્જર્સ: એન્ડગેમ ફક્ત 45 મિલિયન ડૉલર એટલે 310 કરોડ રૂપિયા દૂર છે.