ફિલ્મનું લકીરોનું ટાઈટલ સૉન્ગ રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળતા તમને ફરી ફરી આ ગીત સાંભળવાની ઇચ્છા તો થશે પણ એની સાથે આ ગીતની જે ટૅગ લાઈન છે, `લકીરો... મળી..મળી...મળી...` એ તમે પણ ચોક્કસ ગણગણવા માંડશો.
લકીરો ગીતનું પોસ્ટર
બૉલિવૂડની જેમ હવે ગુજરાતી ફિલ્મોની રિલીઝની પણ લાઈન લાગે છે, એક પછી એક ગુજરાતી ફિલ્મોની જાહેરાતથી ચાહકો ખૂબ જ ખુશ છે. આ ઘટનાક્રમમાં હવે ગુજરાતી ફિલ્મ લકીરો 6 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મનું ટાઈટલ સૉન્ગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
નવા વર્ષની શરૂઆત જ્યારે પ્રેમ અને નિયતિનો સુમેળ દર્શાવતી ફિલ્મો સાથે થતી હોય ત્યારે ફિલ્મના આગમનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં હવે ફિલ્મનું ટાઈટલ સૉન્ગ રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળતા તમને ફરી ફરી આ ગીત સાંભળવાની ઇચ્છા તો થશે પણ એની સાથે આ ગીતની જે ટૅગ લાઈન છે, `લકીરો... મળી..મળી...મળી...` એ તમે પણ ચોક્કસ ગણગણવા માંડશો. ગીતમાં અમિત ત્રિવેદીએ પોતાનો અવાજ આપ્યો છે. મ્યૂઝિક પાર્થ ભરત ઠક્કરએ આપ્યું છે. ગુજરાતી લિરિક્સ લખ્યા છે ચિરાગ ત્રિપાઠીએ અને હિન્દી લિરિક્સ લખ્યા છે અમિતાભ વર્માએ. ગીતનું ડિરેક્શન દર્શન ત્રિવેદીએ કર્યું છે, અને ડિસ્ટ્રીબ્યૂશન પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા થઈ રહ્યું છે.
ADVERTISEMENT
લકીરો ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ગીતમાં જોઈ શકાય છે કે રોનક એટલે કે હ્રિષિ અને દીક્ષા એટલે કે રિચાની લવસ્ટોરી કેવી રીતે લગ્નજીવનમાં પરિણમે છે. ગીતના જે લિરિક્સ છે તે પ્રમાણેના જ સીન્સ સાથે સ્ક્રીન પરથી પસાર થતા સુંદર સિનેમેટોગ્રાફીનો અનુભવ તો કરાવે જ છે પણ સાથે અમિત ત્રિવેદી, પાર્થ ભરત ઠક્કર અને ચિરાગ ત્રિપાઠી જ્યારે ગીતમાં કામ કરતા દેખાય તે જોવાનો આનંદ પણ કંઇક જુદો જ છે.
View this post on Instagram
આ પણ વાંચો : લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોષીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટીઝર
ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટીઝર 9 નેવમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું તો આજે આ ફિલ્મનું ટાઈટલ સૉન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રોનક અને દીક્ષાની જબરજસ્ત કેમિસ્ટ્રી તો જોવા મળે જ છે પણ સાથે ફિલ્મના નેત્રી ત્રિવેદી, શિવાની જોષી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસની પણ ઝલક જોવા મળે છે. ફિલ્મનું ટીઝર શૅર કરતી વખતે રોનક અને દીક્ષા બન્નેએ એકસરખી પોસ્ટ શૅર કરી હતી જેમાં બન્નેએ કૅપ્શન પણ એક સરખાં જ આપ્યા છે જે ખૂબ જ સુંદર છે અને સાથે જ ફિલ્મની સ્ટોરી જે વિષય પર બેઝ્ડ છે તેનો આછો ખ્યાલ પણ આપે છે. તેમણે કૅપ્શનમાં લખ્યું હતું કે, "સંજોગો મુલાકાત સર્જે, પણ લકીરો સંબંધો સર્જે. સમયમાં અટવાતા યુગલના સંબંધોની સંગીતમય ગાથા!" જ્યારે ફિલ્મ યુગલના સંબંધોની સંગીતમય ગાથા તરીકે સંબોધવામાં આવી હોય ત્યારે ફિલ્મમાં હજી ઘણાં ગીતો છે તેનો ખ્યાલ આવી જાય છે. ફિલ્મ છ જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.