Nijal Modi Roka: ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદીની થઈ સગાઈ, ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આપ્યા ગુડ ન્યુઝ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઢોલિવૂડ (Dhollywood) એક્ટર્સ શાદી સિઝનમાં બહુ જ વ્યસ્ત છે. માત્ર લગ્ન અટેન્ડ કરવામાં જ નહીં પણ લગ્ન અને સગાઈ કરવામાં પણ એટલા જ વ્યસ્ત છે. નવેમ્બર મહિનાના અંતમાં અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોષી (Puja Joshi)એ ધામધૂમથી લગ્ન (MaJa Ni Wedding) કર્યા હતા. ત્યારબાદ અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel) અને તત્સત મુનશી (Tatsat Munshi) એ ઉદયપુર (Udaipur)માં અંગત મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન (AT Wedding) કર્યા હતા. એ પછી અભિનેત્રી ભૂમિકા બારોટ (Bhumika Barot) અને સિંગર કૈરવી બુચ (Kairavi Buch)એ પણ તાજેતરમાં લગ્ન કર્યા હતા. ગઈકાલે અભિનેત્રી તર્જની ભાડલા (Tarjanee Bhadla)એ સગાઈની તસવીરો શૅર કરી હતી. હવે, ઢોલિવૂડની વધુ એક અભિનેત્રી રોકાફાઇડ થઈ ગઈ છે. અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi)એ રોકા સેરેમનીની તસવીરો શૅર કરી છે.
સોનુ તને મારા પર ભરોસો નઈ કે (Sonu Tane Mara Par Bharoso Nai Ke), લગન સ્પેશ્યલ (Lagan Special), વીર-ઈશાનું સીમંત (Veer-Isha Nu Seemant) જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી નિજલ મોદીએ રોકા (Nijal Modi Roka)ની તસવીરો શૅર કરી છે.
ADVERTISEMENT
નિજલ મોદીએ સ્ટોરીમાં રોકાના શુભ સમાચાર શૅર કર્યા છે.
અહીં જુઓ નિજલ મોદીના રોકાની ઝલકઃ
View this post on Instagram
અભિનેત્રી નિજલ મોદીનો ફિયાન્સે પુર્વિશ ઠક્કર કેલિફોર્નિયામાં રહે છે. તેના વિશે વધુ માહિતી નથી.
નિજલ મોદીએ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોઈપણ પ્રકારનું કૅપ્શન લખ્યા વગર એક ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં નિજલ અને ફિયાન્સે પુર્વિશ ઠક્કર એકબીજા સાથે વાતો કરતાં અને ક્યૂટ મુમેન્ટ શૅર કરતા જોવા મળે છે.
ત્યારબાદ બીજી સ્ટોરીમાં અભિનેત્રી નિજલ મોદીએ રોકા (Nijal Modi Roka)ની ખુશખબરી શૅર કરી છે.
અહીં જુઓ નિજલ મોદીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઃ
સાથે જ અભિનેત્રીએ લખ્યું છે કે, ‘પાર્ટનર્સ ઇન ક્રાઇમથી પાર્ટનર્સ ઇન લાઇફ! અદ્ભુત મિત્રતા તરીકે જે શરૂ થયું હતું તે સમય પસાર જતા પ્રેમમાં વિકસિત થયું છે.’ નિજલ મોદીએ સાથે જ રેડ હાર્ટ અને શાઇનિંગ સ્પાર્કલ્સનું ઇમોજી મુક્યું છે. તેણે રોકા ડન અને ગ્રેટફુલ એવું હેશટેગ પણ ઉમેર્યું છે.
રોકાની આ તસવીરોમાં નિજલ મોદીએ તેના ફિયાન્સે પુર્વિશ ઠક્કર સાથે કોર્ડિનેટેડ આઉટફિટ્સ પહેર્યા છે. નિજલે બેઇઝ રંગનો કુર્તો અને ગોલ્ડન શાઇનિંગ ધોતી સ્ટાઇલ પાયજામાં સાથે ડાર્ક બ્રાઉન દુપટ્ટાવાળો સુટ પહેર્યો છે. લાઇટ મેકઅપ અને સરવાળી ઇઅરિંગ્સ સાથે તેણે ઓપન હેર હેરસ્ટાઇલ કરી છે. જ્યારે તેના ફિયાન્સે પુર્વિશે બેઇઝ અને ગોલ્ડ રંગ મિશ્રિત શાઇની કુર્તો-પાયજામો પહેર્યો છે.
નિજલ મોદીના રોકાની તસવીરોએ ફેન્સમાં લગ્નની ‘સેવ ધ ડેટ’ની ઉત્સુકતા જગાડી છે.