મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ 'ઘૂંઆધાર' 2021માં વૈશ્ચિક સ્તરે રિલીઝ થશે
'ઘૂંઆધાર' ફિલ્મના કલાકારો ડીમ્પલ બિસ્કીટવાલા, નેત્રી ત્રિવેદી, મલ્હાર ઠાકર અને અલિશા પ્રજાપતિ સાથે દિગ્દર્શક રેહાન ચૌધરી
અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને વિતેલા જમાનાના સુપરસ્ટાર હિતેન કુમારને ચમકાવતી રેહાન ચૌધરી દિગ્દર્શિત અને રાજેશ ઠક્કર નિર્મિત 'ઘૂંઆધાર' ફિલ્મ 2021માં વૈશ્ચિક સ્તરે રિલીઝ થશે.
'અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટૅલર' અને 'તું છે ને' ફૅમ ડાયરેક્ટર રેહાન ચૌધરી 'ઘૂંઆધાર' ફિલ્મનું ફક્ત દિગ્દર્શન જ નથી કરી રહ્યાં પરંતુ 'રેહાન ચૌધરી ફિલ્મસ પ્રાઈવેટ લિમિટેડ'ના બૅનર હેઠળ ફિલ્મને પ્રોડયુસ પણ કરી રહ્યાં છે. રેહાન ચૌધરીએ કહ્યું હતું કે, 'ઘૂંઆધાર' ફિલ્મને આવતા વર્ષે અમે ભારતની સાથે આખા વિશ્વમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. લૉકડાઉનની ફિલ્મ પર બહુ અસર નથી થઈ. કારણકે અમારી યોજના ફિલ્મને 2021માં જ રિલીઝ કરવાની હતી. લૉકડાઉન શરૂ થયુ તે પહેલા જ એટલે કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં અમે મોટાભાગનું શૂટિંગ પતાવી દીધું હતું. પરંતુ હજી એક સીન બાકી છે. જે અમે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં શૂટ કરીશું. આ બૉક્સિંગ સિકવન્સ છે અને તે રીયલ દેખાય એ માટે અમે બૉક્સિંગ રિંગ બનાવવાનું વિચારી રહ્યાં છીએ. જોકે, સલમાતીનાં પગલાંને ધ્યાનમાં રાખીને જ શૂટિંગ કરીશું. ત્યારબાદ આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ફિલ્મ રિલીઝ કરવાની યોજના છે.
ADVERTISEMENT
દિગ્દર્શક રેહાન ચૌધરી
મલ્હાર ઠાકર 'ઘૂંઆધાર' ફિલ્મમાં તદ્દન નવા અવતારમાં જોવા મળશે. તે એક બોક્સરની ભુમિકા ભજવી રહ્યો છે. આ એક થ્રિલર ફિલ્મ છે. મલ્હાર ઠાકર અને હિતેન કુમારની સાથે આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં નેત્રી ત્રિવેદી, અલિશા પ્રજાપતિ અને ડીમ્પલ બિસ્કીટવાલા પણ જોવા મળશે. તેમજ આશિષ કક્કડ, રાજેશ ઠકકર, દીપ ધોળકિયા અને જીતેન્દ્ર ઠકકર પણ ફિલ્મમાં જોવા મળશે.

