Builder Boys Trailer Release: ચાણક્ય પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.
‘બિલ્ડર બોયઝ’નું ટ્રેલર
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા અનેક રસપ્રદ વાર્તા સાથે કૉમેડીની (Builder Boys Trailer Release) તડકો ઉમેરી એક પછી એક સુપરહિટ ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. હાલમાં એવી જ એક સરસ મજાની કૉમેડી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેની રાહ ચાહકો છેલ્લા અનેક સમયથી જોઈ રહ્યા હતા. આગામી ગુજરાતી કૉમેડી ફિલ્મ ‘બિલ્ડર બોઈઝ’નું નવું ટ્રેલર આખરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને તો એવું જ લાગે છે કે ફિલ્મમાં ભરપૂર કૉમેડી જોવા મળવાની છે. ચાણક્ય પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ જ બેનર દ્વારા પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ‘ચબુતરો’ પણ પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
ફિલ્મના ટ્રેલરમાં ‘બિલ્ડર બોઈઝ’ની (Builder Boys Trailer Release) દુનિયા વિશે જણાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં બે મિત્રો રોનક કામદાર અને શિવમ પારેખની મજેદાર જોડી લીડ રોલમાં જોવા મળવાના છે. આ સાથે બાકીની કાસ્ટમાં ઈશા કન્સાર સાથે ભાવિનિ જાની, પ્રીમલ યાગ્નિક, કલ્પના ગજદેકર જેવા બીજા કલાકારોને પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. ટ્રેલરમાં બતાવવામાં આવેલી સોસાયટીના રહેવાસીઓના પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મમાં દરેકના અનોખા પાત્ર અને બિલ્ડર બોઈઝના બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટની યોજનાઓ સામે કેવા પ્રકારનો વિરોધ અને મુશ્કેલી નીરમાં કરે છે સામે આવે છે તે બાબતે ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલરથી જ સમજાય છે કે ટ્રેલરની જેમ ફિલ્મ પણ કૉમેડીથી ભરપૂર હશે તે તમને હસાવવાની સાથે ભરપૂર મનોરંજન પૂર્ણ પાડશે. ફિલ્મના ટ્રેલરમાં અભિનેતા શેખર શુક્લા પણ તેમના અભિનયથી ચાર ચાંદ લગાવી દીધા છે જેથી આ ફિલ્મ માટે લોકોમાં હાઈપ વધી રહી છે.
ADVERTISEMENT
View this post on Instagram
બિલ્ડર બોઈઝ’ના ટ્રેલરથી જાણી શકાય છે કે ત્રણ મિત્રો જેઓ સિવિલ એન્જિનિયર (Builder Boys Trailer Release) છે તેઓ શહેરના મોટા પ્રતિષ્ઠિત બિલ્ડર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. ટ્રેલર જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ ત્રણ મિત્રો શહેરની જૂની બિલ્ડિંગના રહેવાસીઓને તેમની બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટ માટે આપવા માટે મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે એક ખૂબ જ હાસ્યપ્રદ ઘટના અને પડકારોમાં ફેરવાઇ જાય છે. ‘બિલ્ડર બોઈઝ’ દરેક વયના લોકોને મનોરંજન આપશે. રી-ડેવલપમેન્ટ માટે રહેવાસીઓને રાજી કરવા માટે ‘બિલ્ડર બોઈઝ’ કયા પ્રકારની મુસીબત અને પડકારોનો એક કૉમેડી અંદાજમાં સામનો કરે છે તે ટ્રેલર પરથી સમજાય છે.
`બિલ્ડર બોઈઝ` પંચમી જુલાઈ, 2024ના રોજ થિયેટરોમાં (Builder Boys Trailer Release) રિલીઝ થવાની છે. આ ફિલ્મ નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ સેતુ કુંશલ પટેલ અને નેહા રાજોરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. જેથી કૉમેડી અને લાફ્ટરનો સંપૂર્ણ ડોઝ આપતી આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

