મિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.