31 માર્ચ 2023ના રોજ રાત્રે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરા સહિત નિક જોનાસ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કૃતિ સેનન, વરુણ ધવન, મીરા રાજપૂત, શાહિદ કપૂર, આરાધ્યા બચ્ચન સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, સાનિયા મિર્ઝા, ગીગી હદીદ, અથિયા શેટ્ટી, આમિર ખાન અને પરિવાર, રજનીકાંત, વિદ્યા બાલન, સોનમ કપૂર સહિત કેટલાક મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.