Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝરીન ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો! માતા પરવીન ખાનનું ૬૫ વર્ષની વયે નિધન

ઝરીન ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો! માતા પરવીન ખાનનું ૬૫ વર્ષની વયે નિધન

Published : 08 April, 2026 02:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Zareen Khan Mother passes away: બોલીવૂડ અભિનેત્રી ઝરીન ખાનની માતાનું આજે દુઃખદ અવસાન થયું છે; પરવીન ખાન લાંબા સમયથી બીમાર હતા; આજે વર્સોવામાં થશે અંતિમ સંસ્કાર; અભિનેત્રીની ટીમે સોશ્યલ મીડિયા પર સ્ટેટમેન્ટમાં આપી માહિતી

ઝરીન ખાન તેની માતા સાથે (ફાઇલ તસવીર)

ઝરીન ખાન તેની માતા સાથે (ફાઇલ તસવીર)


બોલિવૂડ (Bollywood) અભિનેત્રી ઝરીન ખાન (Zareen Khan)ના માથે દુઃખનો ડુંગર તુટી પડ્યો છે. અભિનેત્રીની માતા પરવીન ખાન (Parveen Khan)નું આજે રોજ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઝરીન ખાનની ટીમે તાજેતરમાં જ તેમની માતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

અભિનેત્રી ઝરીન ખાનની માતા પરવીન ખાનનું આજે, ૮ એપ્રિલના રોજ નિધન (Zareen Khan Mother passes away) થયું છે. ૬૫ વર્ષની વયે પરવીન ખાને અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.



ઝરીન ખાનની ટીમે સોશ્યલ મીડિયા પર આપી માહિતી


ઝરીન ખાનની ટીમે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે, ‘આ દ્વારા જાણ કરવામાં આવે છે કે અમારી પ્રિય શ્રીમતી પરવીન ખાન - ઝરીન ખાન અને સના ખાનની માતા - ૮ એપ્રિલના રોજ અવસાન પામી.’

તેમણે અંતિમ સંસ્કારની વિધિઓ અંગેની વિગતો પણ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે અંતિમ વિદાય ૮ એપ્રિલના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે થશે.


પરવીન ખાન લાંબા સમયથી બીમાર હતા

ઝરીન ખાનની માતા પરવીન ખાન ઘણા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી. ઝરીન ખાને પોતે સોશ્યલ મીડિયા દ્વારા આ માહિતી લોકો સાથે શેર કરી હતી. હૉસ્પિટલમાંથી પાછા ફર્યા પછી, તેમની તબિયત થોડા સમય માટે સ્થિર રહી હતી. જોકે, ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય ફરી એકવાર બગડવાનું શરૂ થયું, અને તેમને ૨૦૨૬માં ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

વર્ષ ૨૦૧૬ માં, જ્યારે ઝરીન ખાનની માતાની હાર્ટ સર્જરી થઈ ત્યારે અભિનેત્રીએ તેના બધા શૂટિંગ રદ કર્યા જેથી તે તેની માતાની નજીક રહી શકે. બીમારીનું આ ચક્ર ત્યાં જ સમાપ્ત થયું નહીં. વર્ષ ૨૦૨૨ માં, તેની માતાને લાંબા સમય સુધી આઇસીયુ (ICU)માં રહેવું પડ્યું હતું. ઓક્ટોબર ૨૦૨૫ માં, તેમની તબિયત ફરી એકવાર બગડી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, માર્ચ ૨૦૨૬ માં તેમને રજા આપવામાં આવી, અને એવું લાગતું હતું કે બધું સારું થઈ જશે; છતાં, ભાગ્યની યોજના કંઈક અલગ હતી. આખરે, આજે પરવીન ખાને અંતિમ શ્વાસ લીધા.

પિતાના ગયા પછી માતા જ હતી ઝરીન ખાનનું સર્વસ્વ

એક ઇન્ટરવ્યુમાં, ઝરીન ખાને તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી હતી અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે, તેના પિતા ઘર છોડી ગયા પછી તેમની પાસે એક રુપિયો પણ નહોતો. ૧૨મું ધોરણ પૂર્ણ કર્યા પછી તરત જ, માતા અને નાની બહેનની સંભાળ રાખવાની જવાબદારી ઝરીનના ખભા પર આવી ગઈ. અબિનેત્રીએ કહ્યું કે, ‘એક રાત્રે, મારી માતા ખૂબ રડી રહી હતી; મેં તેણીને ખાતરી આપી, કહ્યું કે હું બધું સંભાળીશ.’ અભ્યાસ અને સપનાઓને બાજુ પર રાખીને, ઝરીન ખાન એક કોલ સેન્ટરમાં કામ કરવા લાગી જેથી ખાતરી કરી શકાય કે ઘરનું ગુજરાન ચાલુ રહે અને તેના પરિવારને બે ટાઇમનું સરખું જમવાનું મળી રહે.

ઝરીન ખાનની કારકિર્દી

ઝરીન ખાને વર્ષ ૨૦૧૦માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, તે ‘હાઉસફુલ 2’, ‘અક્સર 2’ અને ‘હેટ સ્ટોરી 3’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઝરીન ખાન છેલ્લે વર્ષ ૨૦૨૧માં આવેલી ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ માં જોવા મળી હતી. હાલમાં, તે ફિલ્મોથી દુર છે પણ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK