સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન બાદ રવિવારે સાંજે મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. એ પાર્ટીમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ તેમને આશીર્વાદ આપવા પહોંચી હતી. ન્યુલી મૅરિડ કપલે કેક-કટિંગ કર્યું હતું અને લાઇફના નવા તબક્કાની શરૂઆત ખૂબ જોશ સાથે કરી હતી. તેમની પાર્ટી સવારના ચાર વાગ્યા સુધી ચાલી હતી. આ પાર્ટીમાં રેખા, સંજય લીલા ભણસાલી, કાજોલ, તબુ, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી પણ હાજર હતાં. (તમામ તસવીરો- શાદાબ ખાન અને યોગેન શાહ)
25 June, 2024 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent