Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીનું શૂટિંગ થશે ઍન્ટાર્કટિકામાં?

વારાણસીનું શૂટિંગ થશે ઍન્ટાર્કટિકામાં?

Published : 05 March, 2026 01:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ આઇમૅક્સ ફૉર્મેટમાં શૂટ થઈ રહી છે જેથી મોટા પડદા પર વિશેષ અનુભવ આપી શકાય. અહેવાલ મુજબ ‘વારાણસી’ ૨૦૨૭ના એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા છે.

`વારાણસી’

`વારાણસી’


મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ બહુ મોટા પાયે થવાનું છે. આ પરિસ્થિતિમાં પ્રિયંકાએ હાલમાં આપેલા એક નિવેદન પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ફિલ્મનું શૂટિંગ ઍન્ટાર્કિટકામાં થવાનું છે.

હકીકતમાં હાલમાં મહેશ બાબુએ તાજેતરમાં પ્રિયંકાની રિલીઝ થયેલી હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’ની પ્રશંસા કરી ત્યારે પ્રિયંકાએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો, ‘જલદી જ ઍન્ટાર્કટિકામાં મળીએ.’



પ્રિયંકાની આ એક લાઇનથી ચાહકોમાં સવાલો ઊભા થઈ ગયા છે કે શું ‘વારાણસી’નું શૂટિંગ ઍન્ટાર્કટિકામાં થવાનું છે? આ ફિલ્મ આઇમૅક્સ ફૉર્મેટમાં શૂટ થઈ રહી છે જેથી મોટા પડદા પર વિશેષ અનુભવ આપી શકાય. અહેવાલ મુજબ ‘વારાણસી’ ૨૦૨૭ના એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK