અર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
બૉબી દેઓલ સાથે ‘અર્થ’ની રીમેક માટે જૅકલિન ફર્નાન્ડિસ અને સ્વરા ભાસ્કરને પસંદ કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં શબાના આઝમી અને સ્મિતા પાટીલે કામ કર્યું હતું. આ ફિલ્મને અજય કપૂર અને શરત ચંદ્રા દ્વારા પ્રોડ્યુસ અને ઍક્ટર-ડિરેક્ટર રેવતી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે રેવતી તૈયાર નહોતી, પરંતુ મહેશ ભટ્ટ સાથે વાત કર્યા બાદ તેણે એ માટે તૈયારી દેખાડી હતી. આ ફિલ્મમાં શબાના આઝમીના પાત્ર માટે તાપસી પન્નુને પણ ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે ખૂબ જ વ્યસ્ત હોવાથી તેણે એ માટે ના પાડી હોવાની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ આ ફિલ્મ માટે જૅક્લિન અને સ્વરા પર પસંદગી ઉતારવામાં આવી હોવાની ચર્ચા છે. આ ફિલ્મ વિશે પૂછતાં બૉબી દેઓલે કહ્યું હતું કે ‘આ વિશે હું ચર્ચા કરી રહ્યો છું પરંતુ મેં હજી સુધી ફિલ્મ સાઇન નથી કરી.’

