શાહીદ કપૂર ઘરે આવ્યો છતાં મીરા કેમ દુઃખી છે?
શાહીદ કપૂર ઘરે આવ્યો છતાં મીરા કેમ દુઃખી છે?
શાહીદ કપૂર હાલમાં જ ચંડીગઢથી ‘જર્સી’નું શૂટિંગ પૂરું કરીને ઘરે આવ્યો છે તો પણ તેની વાઇફ મીરા કપૂરને ખુશ નથી થઈ. આઉટડોર શૂટિંગથી ઘરે આવ્યા બાદ શાહીદ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યો છે. મીરાએ શાહીદના બે ફોટો શૅર કર્યા છે. ફોટોમાં તેણે સ્વેટશર્ટ પહેર્યું છે. આ બન્ને ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મીરાએ કૅપ્શન આપી હતી કે ‘ક્રશ ઘરે તો આવી ગયો પરંતુ હજી પણ દૂર છે. સ્પષ્ટ છે કે આ સ્વેટશર્ટ તેને મારા કરતાં પણ વધારે પ્રેમ કરે છે.’

