કોણ બાજી મારશે, શિલ્પા શેટ્ટી કે ગુલ પનાગ?
કોણ બાજી મારશે, શિલ્પા શેટ્ટી કે ગુલ પનાગ?
તાજેતરમાં સંજય કપૂરે પોતાના નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમ પર આવનારા શો વિશે નામ લીધા વગર વાત કરી હતી. હવે સમાચાર મળ્યા છે કે નેટફ્લિક્સના એક શો માટે સંજય કપૂર સાથે ‘ક્લાસ ઑફ 2020’ ફેમ ઍક્ટ્રેસ જોઈતા ચૅટરજી જોવા મળશે અને એ ફાઇનલ થઈ ચૂક્યું છે. નેટફ્લિક્સનો જ વખણાયેલો શો ‘જમતારા : સબકા નંબર આયેગા’ પ્રોડ્યુસ કરી ચૂકેલા આરએમ પ્રોડક્શન્સ જ આ શો બનાવી રહ્યા છે.
હવે વાત એમ છે કે મેકર્સ સંજય કપૂર સાથે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ‘ધ ફૅમિલી મૅન’, ‘રંગબાઝ ફિર સે’, ‘પાતાલ લોક’ સહિતની વેબ-સિરીઝ કરી ચૂકેલી અભિનેત્રી ગુલ પનાગનાં નામ વિશે વિચારણા કરી રહ્યા છે. પ્રૉબ્લેમ એ છે કે સંજય કપૂર સાથેની જોડી માટે માત્ર એક ઍક્ટ્રેસની જરૂર છે. માટે જોવાનું એ છે કે મૉડલ અને ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બાજી મારે છે કે ગુલ પનાગ! શિલ્પા શેટ્ટીએ થોડા સમય પહેાં શબ્બીર ખાનની અભિમન્યુ દાસાણી અને શર્લી શેટયા અભિનીત ‘નિકમ્મા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને પ્રિયદર્શનની ‘હંગામા ટૂ’નું હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

