અભિષેક બચ્ચને પોતાની નાનકડી કો-સ્ટાર વિશે શું કહ્યું?
અભિષેક બચ્ચન
નેટફ્લિક્સ પર ગયા ગુરુવારે ૧૨ નવેમ્બરે રિલીઝ થયેલી અનુરાગ બાસુ દિગ્દર્શિત ‘લુડો’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, અભિષેક બચ્ચન, આદિત્ય રૉય કપૂર, પંકજ ત્રિપાઠી, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ સહિત અઢળક કલાકારો છે. ચાર જુદા-જુદા ટ્રૅક પર ચાલતી વાર્તાને અનુરાગ બાસુની પોતીકી ટ્રીટમેન્ટ ફિલ્મને અપાઈ છે. એમાં એક ટ્રૅકમાં અભિષેક બચ્ચન સાથે બાળકલાકાર ઇનાયત વર્મા છે, જે મિની નામની નાની છોકરીના પાત્રમાં છે.
અભિષેક બચ્ચને તેની આ નાનકડી કો-સ્ટારને ગૉડ-ગિફટ્સ કહી છે. અભિષેકે કહ્યું કે ‘ઇનાયત પ્રેમાળ અને અત્યંત નમ્ર છે. મને શૂટ પર સતત આશ્ચર્ય થતું હતું કે આટલી નાની છોકરી કઈ રીતે દરેક ઇન્સ્ટ્રક્શન સાંભળી અને એ પ્રકારે પર્ફેક્ટ કામ કરી શકે છે. પહેલા દિવસે તેને જોઈને મને સમજાતું નહોતું કે આટલી નાનકડી છોકરી કઈ રીતે બધું કરી શક્શે?’
અભિષેક બચ્ચનના કહ્યા પ્રમાણે ઇનાયત વર્મા ડિરેક્ટર અનુરાગ બાસુની તમામ સૂચનાઓનું બખૂબી પાલન કરતી હતી.

