યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી સાથે ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમે મુંબઈમાં મુલાકાત કરી હતી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેરળમાંથી હજારો યુવતીઓનું ધર્માંતરણ કરીને તેમને આતંકવાદની દુનિયામાં બળજબરીપૂર્વક ધકેલવામાં આવે છે. એને લઈને કેટલાક રાજ્યોમાં ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મને વિપુલ શાહે પ્રોડ્યુસ કરી છે અને સુદીપ્તો સેને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાણી અને સોનિયા બલાની લીડ રોલમાં છે. યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી સાથે થયેલી મુલાકાતનો ફોટો ટ્વિટર પર વિપુલ શાહે શૅર કર્યો હતો.
અને વાંચો બૉલિવૂડ સેલિબ્રિટીઝના ફોટા સાથે અન્ય સમાચાર.
26 May, 2023 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent