મૃણાલ અને વિજયે ફૅમિલી ડ્રામા ફિલ્મ ‘ફૅમિલી સ્ટાર’માં સાથે કામ કર્યું છે.
વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુર
વિજય દેવરાકોન્ડાએ હાલમાં જ મૃણાલ ઠાકુરના ચહેરાનાં ખૂબ જ વખાણ કર્યાં છે. મૃણાલ અને વિજયે ફૅમિલી ડ્રામા ફિલ્મ ‘ફૅમિલી સ્ટાર’માં સાથે કામ કર્યું છે. સાથે કામ કરવા વિશે વાત કરતાં વિજય કહે છે, ‘ઇન્ટેલિજન્ટ ઍક્ટ્રેસ સાથે જ્યારે કામ કરતા હો ત્યારે બધું સરળ બની જાય છે. મેં ફિલ્મોનાં સપનાં જોવાનું શરૂ કર્યું એ પહેલાંથી મૃણાલ ફિલ્મોમાં કામ કરી રહી છે. તે ખૂબ જ નાની ઉંમરથી કામ કરી રહી છે. તે ખૂબ જ ઝડપથી દરેક વસ્તુ પારખી લે છે. હું તેને હંમેશાં કહેતો આવ્યો છું કે તેના માટે તેનો ચહેરો આશીર્વાદરૂપ છે. તે વધુ બોલતી ન હોય એમ છતાં તેનાં ઇમોશન્સને તમે સમજી શકો છો. તેનાં નાક, હોઠ અને આંખોમાં કંઈક તો છે. તે ભાષા ન જાણતી હોવા છતાં તેનાં ઇમોશન્સ બહાર આવે છે. તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે.’

