Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના
રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન
ADVERTISEMENT
રાકેશ રોશને કોરોનાની વૅક્સિન લીધી છે. અનેક લોકો હાલમાં આ વૅક્સિન લઈ રહ્યા છે. કોરોના દેશમાં ખૂબ વધી રહ્યો છે. એવામાં જાતે સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે. રાકેશ રોશને વૅક્સિન લેતો ફોટો શૅર કર્યો છે. તેમના ચહેરા પર સ્માઇલ છે. સાથે જ તેમણે લોકોને પણ આ વૅક્સિન લેવાની સલાહ આપી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાકેશ રોશને કૅપ્શન આપી હતી કે ‘આજની અનોખી તારીખ 4321 આપણી લાઇફમાં એક જ વખત આવવાની છે. ૨૦૨૧ની ૪ માર્ચે વૅક્સિન લીધી છે. તમે પણ લઈ લો.’
આલિયા ભટ્ટના મૅજિકલ બૉય્ઝ
આલિયા ભટ્ટે ડિરેક્ટર અયાન મુખરજી અને રણબીર કપૂરને ‘મૅજિકલ બૉય્ઝ’ જણાવ્યા છે. તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરનો ફોટો આલિયાએ શૅર કર્યો હતો. ફોટોમાં આ ત્રણેય કાલીમાની સામે બેઠાં છે. ત્રણેયના હાથમાં સ્ક્રિપ્ટ દેખાઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ જોવા મળશે. નાગાર્જુને હાલમાં જ પોતાનું શેડ્યુલ પૂરું કર્યું છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘આ જર્ની મારા માટે એક આશીર્વાદ સમાન છે. આ ‘મૅજિકલ બૉય્ઝ’એ બધું પાર પાડી દીધું છે. તા.ક. આ તો માત્ર શરૂઆત છે.’
અરુણાચલ પ્રદેશના સીએમને મળ્યાં વરુણ અને ક્રિતી
ક્રિતી સૅનન અને વરુણ ધવને અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનપેમા ખાંડુ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેઓ હૉરર-કૉમેડી ‘ભેડિયા’ના શૂટિંગ માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. તેમની એ મુલાકાત દરમ્યાન હોમ ઍન્ડ ઇન્ટરસ્ટેટ અફેર્સ મિનિસ્ટર બમાન્ગ ફેલિક્સ, ચીફ સેક્રેટરી નરેશ કુમાર અને કમિશનર ટુ એચસીએમ સોનમ ચોંબે પણ હાજર હતા. ‘ભેડિયા’ને અમર કૌશિક ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેક બૅનરજી અને દીપક ડોબરિયાલ પણ જોવા મળશે. આ મુલાકાતનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ભારતના યુવાન ચીફ મિનિસ્ટરને મળીને ખુશી થઈ હતી.
ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
કરીના કપૂર ખાન ડિલિવરી બાદ તેની ગર્લ ગૅન્ગ સાથે પાર્ટીના મૂડમાં દેખાઈ હતી. કરીનાએ ૨૧ ફેબ્રુઆરીએ એક દીકરાને જન્મ આપ્યો છે. કરીના અને તેના દીકરાની ઝલક મેળવવા માટે બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ તેના ઘરે પહોંચી હતી. કરીનાની બહેન કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, અમ્રિતા અરોરા લદક અને મનીષ મલ્હોત્રા કરીનાને મળવા પહોંચ્યાં હતાં. આ નાનકડા ગેટ-ટુગેધરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરિશ્મા કપૂરે કૅપ્શન આપી હતી, લવલી ઇવનિંગ્સ.
પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા શ્રેયા ઘોષાલે
સિંગર શ્રેયા ઘોષાલે સોશ્યલ મીડિયામાં પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ શૅર કર્યા છે. શ્રેયાએ ૨૦૧૫માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યાં હતાં. શ્રેયાએ પોતાનો ફોટો શૅર કર્યો હતો એમાં તેનું બેબી બમ્પ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રેયાએ કૅપ્શન આપી હતી કે ‘બેબી શ્રેયાદિત્ય જલદી જ આવશે. શિલાદિત્ય અને હું તમારા સૌની સાથે આ ન્યુઝ શૅર કરવા માટે ઉત્સાહિત છીએ. તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે. અમે અમારી લાઇફના આ એક નવા ચૅપ્ટરનું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યાં છીએ.’

