દસ્તાવેજ પ્રમાણે ટાઇગરે ખાર-વેસ્ટ વિસ્તારમાં રુસ્તમજી પૅરમાઉન્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો તેની માલિકીનો ફ્લૅટ ૯ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ ડીલ બાવીસ ઑક્ટોબરે કરવામાં આવી હતી.
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ગયા રવિવારે તેના પર ફાયરિંગ થયું હતું પણ સદનસીબે તે બચી ગયો હતો. હવે આ હુમલા પછી તેણે પોતાની પ્રૉપર્ટીને લઈને મોટું પગલું ભર્યું છે અને પોતાનો એક લક્ઝરી ફ્લૅટ વેચી દીધો છે.
દસ્તાવેજ પ્રમાણે ટાઇગરે ખાર-વેસ્ટ વિસ્તારમાં રુસ્તમજી પૅરમાઉન્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો તેની માલિકીનો ફ્લૅટ ૯ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ ડીલ બાવીસ ઑક્ટોબરે કરવામાં આવી હતી.
આ ફ્લૅટનો કુલ કાર્પેટ એરિયા ૧૨૯૧.૧૪ સ્ક્વેર ફુટ છે. આ પહેલાં ટાઇગરે ગયા વર્ષે પોતાનો અન્ય એક ફ્લૅટ ૧૫.૬ કરોડ રૂપિયામાં વેચ્યો હતો. ૨૦૨૬ની શરૂઆતમાં તેણે પુણેના હડપસર વિસ્તારમાં આવેલી પોતાની એક લક્ઝરી પ્રૉપર્ટી ૮.૮૭ કરોડ રૂપિયામાં વેચી હતી.
