રોહિત શેટ્ટી અને જૉન એબ્રાહમની આ ફિલ્મમાં ઍક્ટ્રેસ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની પત્નીનો રોલ કરશે
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાની લેટેસ્ટ ફિલ્મ ‘ઓડેલા 2’ની હાલમાં ચર્ચા છે ત્યારે તેની પાસે એકથી એક રોમાંચક પ્રોજેક્ટની ઑફર આવી રહી છે. હાલમાં સમાચાર મળ્યા હતા કે તમન્નાને ડિરેક્ટર અનીસ બઝમીની ‘નો એન્ટ્રી 2’માં સાઇન કરવામાં આવી છે અને લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે તમન્નાને ડિરેક્ટર રોહિત શેટ્ટીના આગામી પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે રોહિત શેટ્ટી હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિક પરથી ફિલ્મ બનાવી રહ્યા છે અને આ ફિલ્મમાં જૉન એબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તમન્નાને આ ફિલ્મમાં રાકેશ મારિયાની પત્ની પ્રીતિ મારિયાના રોલ માટે સાઇન કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં તમન્નાનું પાત્ર પ્રીતિ પતિ રાકેશ માટે હંમેશાં તાકાતનો સ્રોત રહી છે. પ્રીતિએ તેના પતિને કરીઅરના સૌથી પડકારજનક તબક્કામાં સાથ આપ્યો છે. પ્રીતિની ભૂમિકા વાર્તાનો મહત્ત્વનો હિસ્સો છે અને તમન્ના આ પાત્ર ભજવવા માટે બહુ ઉત્સાહી છે.
રોહિત શેટ્ટીની આ ફિલ્મ રાકેશ મારિયાની આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’ પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ ૧૮ એપ્રિલે શરૂ થશે. આ ફિલ્મમાં જૉન અને તમન્નાની જોડી બીજી વખત જોવા મળશે. ગયા વર્ષે તમન્ના ડિરેક્ટર નિખિલ અડવાણીની ‘વેદા’માં જૉન સાથે કૅમિયો કરતી જોવા મળી હતી.તમન્ના ભાટિયાની લેટેસ્ટ ફિલ્મ ‘ઓડેલા 2’ની હાલમાં ચર્ચા છે ત્યારે તેની પાસે એકથી એક રોમાંચક પ્રોજેક્ટની ઑફર આવી રહી છે. હાલમાં સમાચાર મળ્યા હતા કે તમન્નાને ડિરેક્ટર અનીસ બઝમીની ‘નો એન્ટ્રી 2’માં સાઇન કરવામાં આવી છે અને લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે તમન્નાને ડિરેક્ટર રોહિત શેટ્ટીના આગામી પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે રોહિત શેટ્ટી હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિક પરથી ફિલ્મ બનાવી રહ્યા છે અને આ ફિલ્મમાં જૉન એબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તમન્નાને આ ફિલ્મમાં રાકેશ મારિયાની પત્ની પ્રીતિ મારિયાના રોલ માટે સાઇન કરવામાં આવશે એવી ચર્ચા છે.
ADVERTISEMENT
આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં તમન્નાનું પાત્ર પ્રીતિ પતિ રાકેશ માટે હંમેશાં તાકાતનો સ્રોત રહી છે. પ્રીતિએ તેના પતિને કરીઅરના સૌથી પડકારજનક તબક્કામાં સાથ આપ્યો છે. પ્રીતિની ભૂમિકા વાર્તાનો મહત્ત્વનો હિસ્સો છે અને તમન્ના આ પાત્ર ભજવવા માટે બહુ ઉત્સાહી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ રાકેશ મારિયાની આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’ પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ ૧૮ એપ્રિલે શરૂ થશે. આ ફિલ્મમાં જૉન અને તમન્નાની જોડી બીજી વખત જોવા મળશે. ગયા વર્ષે તમન્ના ડિરેક્ટર નિખિલ અડવાણીની ‘વેદા’માં જૉન સાથે કૅમિયો કરતી જોવા મળી હતી.


