ધ ગર્લ ઑન ધ ટ્રેન વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે...
ધ ગર્લ ઑન ધ ટ્રેન વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે...
પરિણીતી ચોપડાનું કહેવું છે કે ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ના શૂટિંગ દરમ્યાન તે ઘણી વાર ઇમોશનલી ભાંગી પડી હતી. ઇન્ટરનૅશનલ બેસ્ટ સેલર થ્રિલર બુક ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ પરથી હૉલીવુડમાં એ જ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. એના પરથી હવે બૉલીવુડમાં પણ એ જ નામની ફિલ્મ બની છે જેને નેટફ્લિક્સ પર ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પરિણીતી, કીર્તિ કુલ્હારી, અને અદિતિ રાવ હૈદરીએ કામ કર્યું છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મારી ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ને (ટ્રેલર) જે રિસ્પૉન્સ મળી રહ્યો છે એનાથી હું ખુશ છું. હું આ ફિલ્મના પાત્ર માટે મારી લાઇફના સૌથી ખરાબ ટ્રૉમામાં ફરી ગઈ હતી જેથી હું આ રોલને ન્યાય આપી શકું. મને નથી ખબર કે હું ફિલ્મના શૂટિંગ દરમ્યાન કેટલી વાર ઇમોશનલી પડી ભાંગી હતી અને રડી હતી.
મેં મારી લાઇફમાં જે પણ ખરાબ મેમરીઝ છે એને ફરી વાગોળી હતી. મારે આ ઘટના કે ઇશ્યુને ક્યારેય ફરી નહોતા યાદ કરવા, પરંતુ ફિલ્મ માટે મારે એ કરવું પડ્યું હતું. આ ફિલ્મની અદ્ભુત સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ મને અહેસાસ થયો હતો કે મારે મારા ભૂતકાળને ફરી યાદ કરવો પડશે જેથી હું મીરાના પાત્રને સ્ક્રીન પર જીવંત કરી શકું. મારા માટે એ નરકમાં જઈને પાછું આવવા સમાન હતું. શૂટિંગ પણ ઇમોશનલી અને ફિઝિકલી ખૂબ જ ચૅલેન્જિંગ હતું.’


