સુશાંત સિંહના કેસમાં સીબીઆઇ પર વિશ્વાસ રાખવાનું કહ્યું મીરા ચોપડાએ
મીરા ચોપડા
મીરા ચોપડાનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આપણે સીબીઆઇ પર ભરોસો રાખવો જોઈએ. સુશાંતે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડ બાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. જોકે તેણે કેમ સુસાઇડ કર્યું એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી અને આ કેસ હવે બૉલીવુડમાં ડ્રગ્સ તરફ વધુને વધુ વળાંક લઈ રહ્યો છે. આ વિશે મીરાએ ટ્વીટ કર્યું હતું કે ‘એવિડન્સનો નાશ કરવામાં આવ્યો હોવાથી અથવા તો ખૂબ જ સમય નીકળી ગયો હોવાથી આ કેસની તપાસ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણે સીબીઆઇ પર વિશ્વાસ રાખીને તેમને તેમનું કામ કરવા દેવું જોઈએ. દેશના લોકો આ કેસમાં તેને ન્યાય મળે એની રાહ જોઈ રહ્યા છે અને મને આશા છે કે ઑથોરિટીઝ દ્વારા એને નજરઅંદાજ કરવામાં ન આવે.’


