Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા અને ઇબ્રાહિમ માટે ટકી રહેવું પડકારજનક બની ગયું છે

સારા અને ઇબ્રાહિમ માટે ટકી રહેવું પડકારજનક બની ગયું છે

Published : 10 June, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં સૈફ અલી ખાન કહે છે કે આજનો સમય વધુ મુશ્કેલીઓ અને દબાણથી ભરેલો છે

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં સૈફે વાત કરી હતી.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં સૈફે વાત કરી હતી.


સૈફ અલી ખાનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આ લાંબી સફરમાં તેણે સફળતા પણ જોઈ છે અને કરીઅરના ખૂબ મુશ્કેલ દિવસોનો પણ સામનો કર્યો છે. હાલમાં સૈફે પોતાના જીવનના એ જ સંઘર્ષભર્યા સમયને યાદ કરતાં કહ્યું હતું કે મારા સમયની અને આજના સમયની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણો ફરક છે. સૈફનું માનવું છે કે તેની દીકરી સારા અલી ખાન અને દીકરા ઇબ્રાહિમ અલી ખાન માટે આજની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું વધુ પડકારજનક બની ગયું છે.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં સૈફે કહ્યું હતું કે ‘મારા સમયમાં પરિસ્થિતિ ઘણી અલગ હતી, જ્યારે આજનો સમય વધુ મુશ્કેલીઓ અને દબાણથી ભરેલો છે. જ્યારે મારી કરીઅર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી ત્યારે લોકો વધુ સ્વીકારશીલ હતા. હું એ સમયમાં માત્ર એટલા માટે ટકી શક્યો હતો કારણ કે લોકોમાં ધીરજ હતી. ફિલ્મો ફ્લૉપ થવા છતાં મને ફરી કામ કરવાની તક મળતી રહી. યશ ચોપડા જેવા મોટા ડિરેક્ટરની ફિલ્મ નિષ્ફળ ગયા પછી પણ મને ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તૂ અનાડી’ જેવી ફિલ્મો દ્વારા કમબૅક કરવાની તક મળી હતી. આજના દર્શકો અને સોશ્યલ મીડિયા કલાકારોને બિલકુલ સમય આપતાં નથી. જો તમારી ફિલ્મ ન ચાલે અથવા તમારું કામ થોડું પણ નબળું રહે તો તરત જ તમને નકારવામાં આવે છે. સારા અને ઇબ્રાહિમે પહેલાંથી વધુ તૈયારી સાથે આ ક્ષેત્રમાં આગળ વધવું પડશે. આજની દુનિયામાં લોકો ભૂલને સહેલાઈથી માફ કરતા નથી એથી સફળતા મેળવવા માટે પહેલાં કરતાં વધુ મહેનત, તૈયારી અને સતત સારું પ્રદર્શન જરૂરી બની ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK