કાલે બર્થ-ડે પર સની દેઓલની નવી ફિલ્મ જાટનો ફર્સ્ટ લુક જાહેર થયો
સનીની આગામી ફિલ્મનું નામ અને ફર્સ્ટ લુક દેખાડતું પોસ્ટર
‘ગદર 2’થી ફિલ્મજગતમાં પાછા બેઠા થયેલા સની દેઓલની ગઈ કાલે ૬૭મી વર્ષગાંઠ હતી અને આ બર્થ-ડે નિમિત્તે સનીએ તેની આગામી ફિલ્મનું નામ અને ફર્સ્ટ લુક દેખાડતું પોસ્ટર ચાહકો સાથે શૅર કર્યું હતું. સનીની આ ફિલ્મ તેલુગુ સિનેમાના ડિરેક્ટર ગોપીચંદ મલિનેની દિગ્દર્શિત કરી રહ્યા છે, જેનું નામ ‘જાટ’ રાખવામાં આવ્યું છે.
આ ઍક્શન-પૅક્ડ ફિલ્મમાં સની દેઓલ ૬૭ વર્ષની ઉંમરે સુપરહીરો જેવો રોલ ભજવતો જોવા મળશે એવું એના ર્ફ્સ્ટ લુક પરથી લાગે છે. પોસ્ટરમાં સનીના હાથમાં વિશાળ ફૅન દેખાય છે જે તેણે પેલા હૅન્ડ-પમ્પની જેમ ઉખાડી લીધો હોય એવું લાગે છે. સનીના ચહેરા પર અને ફૅન પર પણ લોહીના છાંટા છે.
ADVERTISEMENT
સની દેઓલ અને ડિરેક્ટર ગોપીચંદ મલિનેની બન્ને માટે નૉર્થ-સાઉથ ઇન્ડિયાનું આ પહેલું જોડાણ છે. આ ફિલ્મમાં સની સાથે રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયમી ખેર છે.

