અહમદ ખાનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે વીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે
સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટી ‘વેલકમ ટુ ધ જંગલ’માં ડૉનનો રોલ ભજવશે એવી શક્યતા છે. આ ફિલ્મ દ્વારા ‘હેરા ફેરી’ના કલાકાર અક્ષયકુમાર અને પરેશ રાવલની ત્રિપુટી જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે જૉની લીવર, જૅકી શ્રોફ, શ્રેયસ તલપડે, રવીના ટંડન, લારા દત્તા, જૅકલિન ફર્નાન્ડિસ અને દિશા પાટણી પણ જોવા મળશે. અહમદ ખાનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે વીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સુનીલ શેટ્ટી આ ફિલ્મ અને પોતાના રોલને લઈને ખૂબ એક્સાઇટેડ છે. એવું જાણવા મળ્યું છે કે તે એક પ્રેમાળ ડૉનનું પાત્ર ભજવવાનો છે એટલું જ નહીં, તેના પાત્રની એન્ટ્રી માટે તો મેકર્સે ભવ્ય ઇન્ટ્રોડક્શન સીક્વન્સ પ્લાન કરી રાખી છે. કૉમેડી કરવા માટે તો સુનીલ પણ આતુર છે. સાથે જ દર્શકો તેના રોલ પર કેવી પ્રતિક્રિયા આપે છે એ જાણવા માટે પણ તેને ઉત્સુકતા છે.


