હવે એવો સમય આવી ગયો છે કે આપણે માત્ર ફોન અપગ્રેડ કરવા માટે નહીં પણ સમાજમાં બદલાવ લાવવા માટે લાઇન લગાડીએ, ઍપલનો લેટેસ્ટ આઇફોન 18 લૉન્ચ થતાં જ દેશના અલગ-અલગ સ્ટોર્સ પર એને ખરીદવા માટે લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે.
આઇફોન 18 ખરીદવા ઊમટેલી ભીડ પર સોનુ સૂદે કર્યો કટાક્ષ
ઍપલનો લેટેસ્ટ આઇફોન 18 લૉન્ચ થતાં જ દેશના અલગ-અલગ સ્ટોર્સ પર એને ખરીદવા માટે લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે. આના અનેક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હવે સોનુ સૂદે ભારતમાં આઇફોન 18 ખરીદવા માટે ઊમટી રહેલા લોકો પર કટાક્ષ કર્યો છે અને લોકોને એક સલાહ પણ આપી છે.
સોનુએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ઍપલ સ્ટોરની બહાર આઇફોન ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અભિનેતાએ પોતાની પોસ્ટ દ્વારા લોકોને માત્ર સ્માર્ટફોનના દેખાડા અને લોન કે EMIના બોજમાં ફસાવાને બદલે સામાજિક સુધારા અને અન્ય લોકોની મદદ કરવા તરફ ધ્યાન આપવાની સલાહ આપી છે. સોનુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘નવો ફોન, નવું EMI.. પણ બિલ એ જૂનાં. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર ફોન અપગ્રેડ કરવાને બદલે કંઈક બદલાવ લાવવા માટે આગળ આવીએ. અસલી અપગ્રેડ તો એક વધુ સારો સમાજ છે.’
