સુઝૅન ખાન હાલમાં હૃતિક રોશન સાથે રહેતી હોવાથી રાકેશ રોશને કહ્યું...
હૃતિક રોશન સાથે સુઝૅન ખાન રહેતી હોવાથી તેની પ્રશંસા કરતાં રાકેશ રોશને જણાવ્યું હતું કે સંકટના સમયે સૌએ એક થવું જોઈએ. દેશમાં લૉકડાઉનની જાહેરાત થતાં જ સુઝૅન ખાન તેનાં બાળકો સાથે હૃતિક રોશન સાથે રહેવા આવી ગઈ હતી. બાળકો અને હૃતિક એકબીજા સાથે વધુ સમય પસાર કરી શકે એ માટે સુઝૅને આ નિર્ણય લીધો હતો. આ બન્નેનાં લગ્ન ૨૦૦૦માં થયાં હતાં અને બન્નેના ડિવૉર્સ ૨૦૧૪માં થયા હતા. જોકે બન્ને પોતાનાં બાળકો માટે અવારનવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ તેમના દીકરા રેહાનનો બર્થ-ડે તેમણે સેલિબ્રેટ કર્યો હતો. હૃતિક રોશન અને સુઝૅન ખાનને લઈને રાકેશ રોશને કહ્યું હતું કે ‘વિશ્વને એકસાથે આવવાની જરૂર છે અને કપરા સમયમાં એકબીજાને સપોર્ટ કરવો જોઈએ.’

