તેની ફિટનેસ જોઈને ટ્રોલર્સના મોં પર તાળું લાગી ગયું
૫૯ વર્ષનો સલમાન ચડ્યો ઝાડ પર
સલમાન ખાનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે બહુ ઝડપથી બેરીઝના ઝાડ પર ચડી જાય છે અને પછી ડાળખીઓને હલાવીને બેરીઝ જમીન પર પાડે છે. ૫૯ વર્ષના સલમાને આ વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયોમાં સલમાનને સ્ફૂર્તિથી ઝાડ પર ચડીને બેરીઝ પાડતો જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તેની ફિટનેસનાં વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સલમાનની ઉંમર વધી ગઈ છે અને તેની ફિટનેસ ઓછી થઈ ગઈ છે એ મતલબના વિડિયો છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં ચર્ચાતા હતા. જોકે સલમાનનો આ લેટેસ્ટ વિડિયો જોઈને ટ્રોલર્સના મોઢા પર તાળું લાગી ગયું હશે.

