ચેન્નઈમાં પોતાની પહેલી ફિલ્મના પ્રમોશન વખતે આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સાક્ષી હાજર હતી.
મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાં તો શાનદાર છે જ હવે તે ઍક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે. એ વાત તેની વાઇફ સાક્ષી ધોનીએ કહી છે. તેમના પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઇનમેન્ટ હેઠળ તેમણે તેલુગુ ફિલ્મ ‘લેટ્સ ગેટ મૅરિડ’ અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. એ ફિલ્મમાં નાદિયા, યોગી બાબુ અને મિર્ચી વિજય લીડ રોલમાં છે. ચેન્નઈમાં પોતાની પહેલી ફિલ્મના પ્રમોશન વખતે આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સાક્ષી હાજર હતી. ત્યાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેનો હસબન્ડ ધોની ફિલ્મોમાં એન્ટ્રી કરશે? એનો જવાબ આપતાં સાક્ષીએ કહ્યું કે ‘જો કાંઈ સારું મળ્યું તો તે નક્કી કામ કરશે. તે કૅમેરાથી ગભરાતો નથી. તે ૨૦૦૬થી ઍડ્વર્ટાઇઝમાં કામ કરે છે અને કૅમેરાનો સામનો કરતાં તે ડરતો નથી. એથી જો કોઈ સારી ઑફર મળશે તો તે જરૂર કરશે.’
ધોની જ્યારથી આઇપીએલની ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયો છે ત્યારથી તામિલનાડુ સાથે તેને સ્પેશ્યલ કનેક્શન રહ્યું છે. ત્યાંના લોકોએ તેને ‘થાલા’ નામ આપ્યું છે. તેને કેવી ફિલ્મો કરવી ગમશે એ વિશે પૂછવામાં આવતાં સાક્ષીએ કહ્યું કે ‘ઍક્શન. તે હંમેશાં ઍક્શનમાં હોય છે.’
ADVERTISEMENT
ધોની વિશે ‘લેટ્સ ગેટ મૅરિડ’ના પ્રોડ્યુસર રમેશે કહ્યું કે ‘તે રિયલ લાઇફ સુપર હીરો છે અને હું તેને સુપર હીરોની ફિલ્મમાં જોવાનું પસંદ કરીશ.’

