કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
કિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
‘બિગ બૉસ’ ૧૪ની વિજેતા રુબીના દિલૈકને તેના ઘરે મળવા માટે કિન્નર સમાજનાં ગુરુ અન્નુજી પહોંચ્યાં હતાં. ‘બિગ બૉસ’નો તાજ જીત્યા બાદ રુબીના ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જૉય કરી રહી છે. આ વખતની સીઝનમાં રુબીના અને હસબન્ડ અભિનવ શુક્લાએ ભાગ લીધો હતો. રુબીનાના શો ‘શક્તિ’માં અન્નુજી તેની કોસ્ટાર હતી. એ કારણસર પણ તેમની વચ્ચે સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ છે. રુબીનાએ તેમનું દિલથી સ્વાગત કરીને તેમને ભેટ પણ આપી હતી. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી કે ‘અન્નુજી અમને આશીર્વાદ આપવા આવ્યાં હતાં. તેઓ કિન્નર સમાજનાં ગુરુમા છે. સાથે જ તેમણે મારો શો ‘શક્તિ’માં સક્રિય ભૂમિકા ભજવી હતી. ખાસ તો તેમને અભિનવને પણ મળવું હતું, કેમ કે તેમને તે ખૂબ પસંદ છે.’

