આ સમયે ફોટોગ્રાફર્સે કપલને રોકાઈને પોઝ આપવા વિનંતી કરી હતી પણ આમ છતાં તેમણે તસવીરો નહોતી પડાવી.
બીજી પ્રેગ્નન્સીની જાહેરાત બાદ પહેલી વખત જાહેરમાં જોવા મળ્યા દીપિકા પાદુકોણ રણવીર સિંહ
દીપિકા પાદુકોણ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત બાદ ગઈ કાલે મુંબઇ એરપોર્ટ પર પહેલી વાર જાહેરમાં જોવા મળી હતી. આ સમયે તેની સાથે પતિ રણવીર સિંહ પણ હતો. એરપોર્ટ માટે દીપિકાએ સિમ્પલ પણ સ્ટાઇલિશ લુક અપનાવ્યો હતો. એરપોર્ટ પર આ જોડીએ કૅમેરા સામે પોઝ આપવાના બદલે લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું અને સીધા ગેટ તરફ આગળ વધી ગયાં હતાં. એરપોર્ટ પર રણવીર એકદમ પ્રોટેક્ટિવ અંદાજમાં જોવા મળ્યો. કારમાંથી ઊતરવાના સમયથી લઈને એરપોર્ટની અંદર પ્રવેશ સુધી રણવીર સતત દીપિકાની કાળજી લેતો અને તેનો હાથ પકડીને ચાલવામાં મદદ કરતો જોવા મળ્યો. આ સમયે બન્ને વચ્ચેના આ બૉન્ડિંગે અને રણવીરના કૅરિંગ અંદાજે સોશ્યલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સમયે ફોટોગ્રાફર્સે કપલને રોકાઈને પોઝ આપવા વિનંતી કરી હતી પણ આમ છતાં તેમણે તસવીરો નહોતી પડાવી.
