યશ ચોપડાનાં ફિલ્મમેકિંગનાં ૫૦ વર્ષના માનમાં ટપાલટિકિટ લૉન્ચ કરી હતી
રાની અને કરણ જાહેરનું ગઈ કાલે પાર્લમેન્ટ સમક્ષ સંબોધન પણ હતું
રાની મુખરજીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયન પાર્લમેન્ટમાં સસરા યશ ચોપડાનાં ફિલ્મમેકિંગનાં ૫૦ વર્ષના માનમાં ટપાલટિકિટ લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટ પંદરમા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નની ઓપનિંગ સેરેમનીના સાંનિધ્યે યોજાઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ માટે ઑસ્ટ્રેલિયા ગયેલાં રાની અને કરણ જાહેરનું ગઈ કાલે પાર્લમેન્ટ સમક્ષ સંબોધન પણ હતું. ટપાલટિકિટ લૉન્ચ કરવાની ઇવેન્ટમાં ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝ પણ હતા અને તેમણે રાની અને કરણ સાથેનો સેલ્ફી પણ શૅર કર્યો હતો.


