ફિલ્મમેકર રાકેશ રોશનની કંપની ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સે મુંબઈના ગોરેગામ-ઈસ્ટ સ્થિત લોટસ કૉર્પોરેટ પાર્કમાં આવેલી પોતાની 2,727 સ્ક્વેર ફૂટની ઑફિસ પાંચ વર્ષ માટે ભાડે આપી છે. આ ડીલ હેઠળ શરૂઆતનું માસિક ભાડું 7 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
રાકેશ રોશન
ફિલ્મમેકર રાકેશ રોશનની કંપની ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે ગોરેગામ-ઈસ્ટ સ્થિત લોટસ કૉર્પોરેટ પાર્કમાં આવેલી પોતાની ૨૭૨૭ સ્ક્વેર ફુટની કમર્શિયલ ઑફિસ ભાડે આપી છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર આ ઑફિસ ફુજી સિલ્વરટેક કૉન્ક્રીટ પ્રાઇવેટ લિમિટેડને પાંચ વર્ષ માટે ભાડે આપવામાં આવી છે અને શરૂઆતમાં એનું માસિક ભાડું ૭ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
કમર્શિયલ કૉમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી આ ઑફિસનો કાર્પેટ એરિયા ૨૭૨૭ સ્ક્વેર ફુટ છે. એની સાથે બેઝમેન્ટમાં પાર્કિંગ માટેની ત્રણ જગ્યાઓ પણ આપવામાં આવી છે. આ ડીલમાં ૪૨ લાખ રૂપિયાની વ્યાજમુક્ત અને પરત મળવાપાત્ર સિક્યૉરિટી ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. આ રકમ શરૂઆતના છ મહિનાના ભાડા જેટલી છે. દસ્તાવેજો અનુસાર દર વર્ષે ભાડામાં પાંચ ટકાનો વધારો પણ કરવામાં આવશે.
