Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rakesh Roshan

લેખ

હૃતિક રોશન

ક્રિશ સિરીઝની ચોથી ફિલ્મનું ડિરેક્શન હીરો હૃતિક રોશન પોતે કરશે

ક્રિશ સિરીઝની ચોથી ફિલ્મનું ડિરેક્શન કોણ કરશે એની ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, પણ હવે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે

30 March, 2025 08:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિશ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

‘ક્રિશ 4’માં હૃતિક રોશન સુપરહીરો તો બનશે જ પણ સાથે ભજવશે આ રોલ...

Krrish 4: ‘ક્રિશ 4’ વિશે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. વર્ષો સુધી અટકી રહેલી આ સુપરહીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવા જઈ રહ્યું છે અને તે વર્ષ 2026માં રીલીઝ થશે. આ વખતે હૃતિક રોશન માત્ર ઍક્ટર તરીકે નહીં, પરંતુ ડિરેક્ટર તરીકે પણ જોવા મળશે.

29 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૃતિક રોશન, રેખા, રાકેશ રોશન

ક્રિશ 4માં રેખાનો રોલ પાક્કો

ધ રોશન્સની સક્સેસ-પાર્ટીમાં રાકેશ રોશને વાતવાતમાં આ સંકેત આપી દીધો

20 February, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન

મને એમ કે કહો ના... પ્યાર હૈ શાહરુખ, આમિર કે સલમાન માટે લખાઈ રહી છે : હૃતિક

હૃતિકની આ પહેલી ફિલ્મ તેના પિતા રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી

12 January, 2025 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ

આઇફા અવૉર્ડ્‍સમાં બે ગુજરાતી કન્યાઓનો સપાટો

જાનકી બોડીવાલાને  શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‍સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે  બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્‍સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને  ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્‍સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન  

11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
તસવીરો: યોગેન શાહ

શાહરૂખથી લઈ ભૂમિ પેડનેકર સુધી, આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપતા જોવા મળ્યાં હતાં. ગઈકાલે રાત્રે નિર્માતા આનંદ પંડિતે મુંબઈમાં સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

12 April, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૃતિક રોશન, સોનુ નિગમ અને અનુપમ ખેર ચોપરા નિવાસસ્થાને

પામેલા ચોપરાના અંતિમ દર્શન માટે પહોંચ્યા બોલિવૂડ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલિવૂડના સ્વર્ગીય દિગ્દર્શક યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ અવસાન થયું છે. ઇન્ડસ્ટ્રીના લોકો તેમને પ્રેમથી ‘પેમ આંટી’ કહીને બોલાવતા હતા. આજે સવારે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્ઝ શ્રદ્ધાંજલી આપવા માટે ચોપરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

20 April, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિક

RIP Satish Kaushik : સેલેબ્ઝ થયાં દુઃખી, કોણે-કોણે શું કહ્યું?

અભિનેતા સતીશ કૌશિકનું ગઈ કાલે ૬૬ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના આકસ્મિક નિધનથી બોલિવૂડને આંચકો લાગ્યો છે. અભિનેતા સતીશ કૌશિકને સહુએ શ્રધ્ધાંજલી આપી છે. આવો જોઈએ કોણે શું કહ્યું… (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

10 March, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ઉજવણી કરતા ભવ્ય એવોર્ડ સમારોહમાં બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ એક થયા. આ ઇવેન્ટ એક ગ્લેમરસ અફેર હતી, જેમાં ફિલ્મ અને ટીવી બંનેની અગ્રણી હસ્તીઓ હાજરી આપી હતી. રાજકુમાર રાવ, મલ્લિકા શેરાવત, રવીના ટંડન, રાકેશ રોશન, રવિ કિશન, નિયા શર્મા, ડેઝી શાહ, કુમાર સાનુ, સિદ્ધાર્થ નિગમ અને પૂનમ પાંડે જેવા સ્ટાર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને ફિલ્મ સમુદાયની સાથે ભારતમાં ટીવીના વધતા પ્રભાવની ઉજવણી કરી હતી.

10 December, 2024 04:04 IST | Mumbai
ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ સ્ક્રીનિંગમાં સેલેબ્સ

ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ સ્ક્રીનિંગમાં સેલેબ્સ

ગુરુવારે મુંબઈમાં `ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ`ની સ્ટાર્સ સ્ટડેડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. ફિલ્મના કલાકારોમાં રોહિત સરાફ, પશ્મિના રોશન, જિબ્રાન ખાન અને નેહા ગ્રેવાલનો સમાવેશ થાય છે. સ્ક્રીનિંગમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, સાકિબ સલીમ, દર્શન રાવલ, વરુણ શર્મા, જોનીતા ગાંધી, પલક તિવારી, આકાંક્ષા રંજન કપૂર, અનુષ્કા રંજન કપૂર સાથે આદિત્ય સીલ અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જેવા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.

21 June, 2024 08:13 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK