Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિનેતા રાજપાલ યાદવે ફરી કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે, વીડિયો થયો વાયરલ

અભિનેતા રાજપાલ યાદવે ફરી કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે, વીડિયો થયો વાયરલ

Published : 03 November, 2024 07:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rajpal Yadav New Viral Video: આ દિવસોમાં અભિનેતા તેની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3` માટે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મમાં તે `છોટે પંડિત`ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

રાજપાલ યાદવ (ફાઇલ તસવીર)

રાજપાલ યાદવ (ફાઇલ તસવીર)


દિવાળીમાં બૉલિવૂડ ફિલ્મ જગતના અનેક ઍક્ટર્સ લોકોને ફટાકડા ન ફોડવાની સલાહ આપતા વીડિયો પોસ્ટ કરે છે. સેલેબ્સના આવા વીડિયો જોઈને લોકો તેમને ભરપૂર ટ્રોલ કરે છે. તાજેતરમાં ફિલ્મોમાં પોતાના કૉમેડી રોલ માટે જાણીતા અભિનેતા રાજપાલ યાદવે (Rajpal Yadav New Viral Video) દિવાળી પર ફટાકડા ન ફોડવાની લોકોને અપીલ કરી હતી જોકે લોકોએ તેને ટ્રોલ કરતાં તેણે માફી માગતો પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો પણ હવે રાજપાલ યાદવનો નવો એક વીડિયો સામે આવ્યો છે જેને લઈને નવો વિવાદ શરૂ થયો છે.


રાજપાલ યાદવ બૉલિવૂડના શ્રેષ્ઠ સ્ટાર્સમાંથી એક છે અને લોકો તેની કૉમેડી (Rajpal Yadav New Viral Video) ખૂબ પસંદ કરે છે. આ દિવસોમાં અભિનેતા તેની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3` માટે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મમાં તે `છોટે પંડિત`ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ સિવાય હવે ઍક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુસ્સામાં ધ્રૂજતો જોવા મળી રહ્યો છે.




વાસ્તવમાં, એક પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે તેમને આવો સવાલ પૂછ્યો હતો, જેને સાંભળીને અભિનેતા ગુસ્સે થઈ ગયો અને વ્યક્તિ પાસેથી તેનો ફોન છીનવી લીધો. હવે પછી શું થયું તે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત છે. ઍક્ટર રાજપાલ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા (Rajpal Yadav New Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, અભિનેતા પહેલેથી જ ખૂબ ગુસ્સે દેખાઈ રહ્યો હતો. આ પછી સામેથી એક વ્યક્તિએ તેને પૂછ્યું કે કઈ ફિલ્મ આવી રહી છે અને કઈ ફિલ્મ આવી ચૂકી છે. આ પછી અભિનેતા જવાબ આપે છે કે અમને દોઢ મહિનામાં ફિલ્મ જોવા મળશે.


પછી તે વ્યક્તિ પૂછે છે કે તાજેતરમાં તમે દિવાળી (Rajpal Yadav New Viral Video) પહેલા નિવેદન આપ્યું હતું… આ સાંભળીને જ તે વ્યક્તિ પાસેથી ફોન છીનવી લે છે. તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે ફટાકડા ન ફોડવાની વાત કરી હતી. આ પછી લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો, જેના કારણે અભિનેતાએ તે વીડિયો ડિલીટ કરવો પડ્યો અને માફી માગી અને નવો વીડિયો શૅર કર્યો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial)

આ વીડિયો જોઈને લોકો જૂના વીડિયોમાંથી માંડ માંડ બહાર આવ્યા હતા અને લોકો વધુ ગુસ્સે થઈ ગયા હતા. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે (Rajpal Yadav New Viral Video) લખ્યું કે એવું લાગે છે કે તે નશામાં છે અને ઘણા સમયથી સૂતો નથી. જ્યારે, બીજાએ લખ્યું કે મને ખબર નથી પરંતુ તે વ્યક્તિ હતાશ કે નશામાં લાગે છે. વીડિયો શૅર કરતી વખતે અભિનેતાએ કહ્યું, હેલો મિત્રો, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બે દિવસ પહેલા જ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને મેં તરત જ હટાવી દીધો હતો. જો આ વિડિયોથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2024 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK