પ્રાઉડ જમાઈ
પ્રાઉડ જમાઈ
અક્ષયકુમારને તેની સાસુ ડિમ્પલ કાપડિયાનો જમાઈ હોવાનો ગર્વ થઈ રહ્યો છે. હૉલીવુડના પ્રોડ્યુસર-ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ટેનેટ’માં ડિમ્પલ કાપડિયાએ અગત્યનો રોલ કર્યો છે. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. ફિલ્મમાં ડિમ્પલના કામની પ્રશંસા કરતો લેટર ક્રિસ્ટોફર નોલાને લખ્યો છે. લેટરમાં લખવામાં આવ્યું છે કે ‘ડિમ્પલ તારા વિશે હું શું કહું. તારી સાથે કામ કરવાની ખુશી છે. તારા પાત્ર પ્રિયાને જીવંત કરતા જોવાનું સારું લાગ્યું. તારું કૌશલ્ય, સખત મહેનત અને ટૅલન્ટ ‘ટેનેટ’માં દેખાડવા બદલ આભાર.’
આ લેટર અને નોલાન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘આ મારા માટે ગર્વિત જમાઈની ક્ષણ હતી. ક્રિસ્ટોફર નોલાને ડિમ્પલ કાપડિયાની પ્રશંસા કરતો પત્ર ફિલ્મની રિલીઝ નિમિત્તે લખ્યો હતો. કદાચ હું તેમની જગ્યાએ હોત તો, મારી ખુશીની કોઈ સીમા ના રહી હોત. હું તેમને ‘ટેનેટ’માં તેમનાં કામ દ્વારા જાદુ વિખેરતાં જોઈ રહ્યો હતો. મને ખૂબ ખુશી છે અને મા તમારા પર ગર્વ છે.’


