હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે અલ્લુ અર્જુન અને ઍટલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપડાને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં બે હીરો હશે, પણ હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ડબલ રોલમાં હશે.
અલ્લુ અર્જુન અને પ્રિયંકા ચોપડા
હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે અલ્લુ અર્જુન અને ઍટલીની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપડાને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. જોકે હવે સ્પષ્ટતા થઈ છે કે આ અફવા છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘અલ્લુ અર્જુન સ્ટારર અને ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મ બહુ મોટા સ્કેલ પર બનાવવાનું પ્લાનિંગ છે. આ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે ત્યારથી એની સાથે અલગ-અલગ નામની ચર્ચા થઈ છે. પ્રિયંકાનું નામ આવી જ એક ચર્ચા છે. તે હજી આ ફિલ્મનો હિસ્સો નથી બની.’
પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં બે હીરો હશે, પણ હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ડબલ રોલમાં હશે. જોકે આ ફિલ્મ એની શરૂઆતના તબક્કામાં હોવાને કારણે એની સ્ટોરી, ક્રૂ અને કલાકારો વિશે વધારે ચર્ચા કરવામાં નથી આવી.
પ્રિયંકાની વાત કરીએ તો એ અત્યારે એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘SSMB29’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલી વખત મહેશ બાબુ સાથે સ્ક્રીન શૅર કરશે. આ ફિલ્મથી પ્રિયંકા ૨૩ વર્ષના ગૅપ પછી તેલુગુ સિનેમામાં કમબૅક કરશે.


