ફૅમિલી કોરોના નેગેટિવ થતાં નિરાંત અનુભવી પ્રીતિ ઝિન્ટાએ
પ્રીતિ ઝિન્ટા તેની ફૅમિલી સાથે
પ્રીતિ ઝિન્ટાની ફૅમિલી થોડા દિવસ અગાઉ કોરોના પૉઝિટિવ થઈ હતી અને હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં પ્રીતિએ હળવાશ અનુભવી છે. પ્રીતિની મમ્મી, ભાઈ, ભાભી, બાળકો અને તેના અંકલને ૩ અઠવાડિયાં પહેલાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. પ્રીતિ હાલમાં અમેરિકામાં છે. પોતાના પરિવારને લઈને તે ખૂબ ચિંતાતુર હતી. ફૅમિલી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી કે ‘૩ અઠવાડિયાં પહેલાં મારી મમ્મી, ભાઈ, ભાભી, બાળકો અને અંકલ કોરોના પૉઝિટિવ થયાં હતાં. અચાનકથી જ વેન્ટિલેટર્સ, આઇસીયુ અને ઑક્સિજન મશીનની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી. હું અમેરિકામાં પોતાને નિસહાય અનુભવી રહી હતી. તેઓ મારાથી દૂર હૉસ્પિટલમાં બીમારી સામે જંગ લડી રહ્યાં હતાં. હું હૉસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સિસનો આભાર માનું છું કે તેમણે મારી ફૅમિલીની ખૂબ કાળજી લીધી. જે લોકો કોરોનાને ગંભીરતાથી નથી લેતા તેમને સાવધ કરવા માગું છું કે પ્લીઝ આ વાઇરસ રાતોરાત ખૂબ ભયાવહ સ્વરૂપ લઈ શકે છે. માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. મારી ફૅમિલીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એ જાણીને હવે હું નિરાંતે ઊંઘી શકીશ અને તનાવમુક્ત બની છું. ફાઇનલી ન્યુ યર હવે હૅપી ન્યુ યર લાગી રહ્યું છે.’

