આ ફિલ્મમાંથી પ્રતિક ગાંધીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ `ફૂલે`માંથી ફર્સ્ટ લૂક
વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી જ અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi)એ સૌનું દિલ જીતી લીધું હતું. આ સફળતા બાદ તેઓ હવે મહાત્મા જ્યોતિબા ફૂલેની બાયોપિક ‘ફૂલે’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાંથી પ્રતિક ગાંધીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો આ ફિલ્મના શૂટિંગની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું થયું છે. હવે આ ફિલ્મ ક્યારે રીલિઝ થાય તેની સૌ રાહ જોઈ રહ્યા છે. આજે જ્યારે પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મમાંથી ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ જૈને પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું આ ફિલ્મ ‘ફૂલે’નો એક હિસ્સો હોવાથી ગર્વ અનુભવું છું. જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેએ જે મહાન કાર્ય કર્યું છે તે આજે પણ એટલું જ જરૂરી છે. માટે તેમની કથાને લોકો સુધી લાવતા હું આનંદ અનુભવું છું. આ એક એવો પ્રોજેક્ટ છે જે મને અપાર ગર્વ અને આનંદથી ભરી દે છે.”
ADVERTISEMENT
ઘણા વર્ષો સુધી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતાના અધિકાર માટે લડ્યા હતા. થોડાક સમય પહેલા જ જ્યોતિબા ફુલેની 195મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ અવસરે ફિલ્મ ‘ફુલે’ના પ્રોડ્યુસરોએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું.
ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાં જ ફેન્સ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. હવે આ ફિલ્મને લઈને ઉત્સુક લોકો માટે આનંદના એ સમાચાર છે કે પ્રોડ્યુસરો દ્વારા ફિલ્મમાંથી પ્રતિક ગાંધી અને પત્રલેખા (Patralekha)નો ફર્સ્ટ લૂક રીલિઝ કરી દેવામાં આવ્યો છે.
આ જ ફિલ્મના બીજા પ્રોડ્યુસર રિતેશ કુડેચાએ કહ્યું હતું કે, “આ એક મનોરંજક ફિલ્મ છે જે દરેક ભારતીયોને લાગુ પડે છે. અમારી સાથે સુનીલ જૈન છે તે આનંદની વાત છે. અનુયા અને અનંતના ડિરેક્શનમાં જે રીતે ફિલ્મ આકાર પામી છે તે માટે હું ગર્વની લાગણી અનુભવું છું.”
વેબ સિરીઝ `સ્કેમ 1992`થી સફળતા હાંસલ કરનાર પ્રતિક ગાંધી આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળી શકે છે. અભિનેતા ટૂંક સમયમાં પુલકિતની દિગ્દર્શિત ‘ડેઢ બીઘા જમીન’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી ખેડૂતો અને ગરીબોના અધિકાર માટે સિસ્ટમ સામે લડતા જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ખુશાલી કુમાર પણ મુખ્ય ભૂમિકામાં હોઈ શકે છે. આ સિવાય તે અરશદ સઈદ દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ ફિલ્મ ‘વો લડકી હૈ કહાં’માં અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu)સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


