જાહેરમાં શાહિદ અને બેબોની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત ઍક્ટરની એક્સ અને પત્નીનો સામનો થયો
જાણીતી ગ્લૉબલ ફૅશન બ્રૅન્ડ વિવિયેન વેસ્ટવુડ દ્વારા મુંબઈમાં એનો પહેલો શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં કરીના કપૂર ખાન, મીરા રાજપૂત, આદિત્ય રૉય કપૂર, પત્રલેખા, વાણી કપૂર, માનુષી છિલ્લર અને જાહ્નવી કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ શોમાં એક જ છત નીચે કરીના અને મીરા ભેગાં થઈ ગયાં હતાં, પણ તેમણે એકબીજાંનો સામનો કરવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલાં જાહેરમાં શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત શાહિદની એક્સ અને પત્નીનો સામનો થયો હતો.
04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent