સોનાક્ષી સિંહાની મમ્મી પૂનમ સિંહાએ દીકરીની પ્રેગ્નન્સીની ચર્ચા વિશે સ્પષ્ટતા કરી, છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ચાલી રહી છે. સોનાક્ષી અને તેના પતિ ઝહીર ઇકબાલે આ અફવાઓને ઘણી વખત મજેદાર અંદાજમાં નકારી દીધી છે.
મને અત્યાર સુધી ઘણી વખત નાની બનાવી દેવાઈ છે, પણ યોગ્ય સમયે જ ખુશખબર મળશે
છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ચાલી રહી છે. સોનાક્ષી અને તેના પતિ ઝહીર ઇકબાલે આ અફવાઓને ઘણી વખત મજેદાર અંદાજમાં નકારી દીધી છે. હવે આ મામલે સોનાક્ષીની મમ્મી પૂનમ સિંહાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક ઇવેન્ટ દરમ્યાન તેણે દીકરીઓના મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે જ્યારે સોનાક્ષીનો જન્મ તેની જિંદગીની સૌથી સુંદર ક્ષણ હતી. તેણે કહ્યું કે દીકરીઓ વિના જીવન અધૂરું છે અને તેમનું હોવું ખૂબ જરૂરી છે.
સોનાક્ષીની પ્રેગ્નન્સીની અફવાઓ વિશે પૂનમ સિંહાએ હળવા અંદાજમાં કહ્યું, ‘મને અત્યાર સુધી ઘણી વાર ‘નાની’ બનાવી દેવામાં આવી છે. એ ખુશી પણ મને ચોક્કસ મળશે, પરંતુ યોગ્ય સમયે જ મળશે.’
